× Special Offer View Offer

ગુજરાત વરસાદ એલર્ટ; સાર્વત્રિક વરસાદનો પ્રથમ રાઉન્ડ કેટલા દિવસ ચાલશે?

WhatsApp Group Join Now

Gujarat Rain: ગુજરાતમાં સારા વરસાદની આતુરતાનો હવે અંત આવવાનો છે. જેમાં ગઈ કાલથી વાતાવરણ સુધરી ગયુ હતુ. જ્યારે આજથી રાઉન્ડની મુખ્ય શરૂઆત થશે.

વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલશે અને બધી બાજુ વરસાદ આવી જશે તેવી ઉજળી શક્યતાઓ રહેલી છે. વરસાદનો રાઉન્ડ શરૂ થાય એટલે બે ત્રણ દિવસમાં જ બધી જગ્યાએ વરસાદ આવી જાય તે જરૂરી નથી.

Gujarat Rain: વરસાદના વિસ્તારમાં ક્રમશઃ વધારો થતો જશે જેમાં જેમાં આ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં લગભગ મોટાભાગનો વિસ્તાર કવર કરી લેશે.

પરંતુ જો કોઈ વિસ્તાર બાકી રહી જાય તો 4 તારીખ સુધીમાં પણ એ વિસ્તાર કવર થઈ જાય તેવી સારી શક્યતાઓ રહેલી છે. એટલે કે આ રાઉન્ડ ખુબ લાંબો ચાલશે અને બધા વિસ્તારને કવર કરી લેશે.

સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે સાર્વત્રિક રાઉન્ડની શક્યતા હોય છે. ત્રણ દિવસમાં બધાનો વારો નહીં આવે, અલગ અલગ છુટા છવાયા વિસ્તારમાં વરસાદ પડતો રહે છે અને ક્રમશ બધા વિસ્તારનો વારો લેતો જશે.

Gujarat Rain: 30 તારીખ સુધીમાં ઘણા વિસ્તારનો વારો આવી જાય જો કોઈ વિસ્તાર બાકી રહી જાય તો તે વિસ્તારનો વારો પણ 4 તારીખ સુધીમાં આવી જાય તેવી સારી શક્યતાઓ રહેલી છે એટલે પોતાના વિસ્તારનો વારો આવે ત્યાં સુધી રાહ જોવી.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

આ સિવાય જુલાઈ મહિનાના પ્રથમ બે અઠવાડિયા દરમિયાન પણ વરસાદી માહોલ સતત જળવાઈ રહે તેવી સારી શક્યતાઓ દેખાઈ રહી છે. વરસાદના આ રાઉન્ડમાં ચોમાસુ સક્રિય થશે અને સત્તાવાર ચોમાસુ ગુજરાતમાં આવતા 48 થી 72 કલાકમાં આગળ વધવાનું શરૂ થઈ જશે.

આ રાઉન્ડમાં વરસાદની માત્રાની વાત કરીએ તો લગભગ લગભગ બધા જ વિસ્તારોમાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ તો થઈ જશે પરંતુ અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ પણ રહેશે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment