આજકાલ વ્યસ્ત જીવન અને કામકાજ વચ્ચે, માતા-પિતા પાસે પૂરતો સમય નથી કે તેઓ તેમના બાળકોને જમાડવા માટે કલાકો વિતાવે. આવી પરિસ્થિતિઓમાં માતા-પિતા સમય બચાવવા માટે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો સહારો લે છે.
બાળકો મોબાઈલ ફોન જોતા જોતા ઝડપથી જમી લેતા હોય છે. તેમજ માતા-પિતા પણ આ વાતને બેફિકરાઈથી લેતા હોય છે કે ચાલો ટીવી કે મોબાઈલ જોતા જોતા પણ બાળક જામી તો લે છે. પરંતુ બાળકને જમાડવાનો આ ઈલાજ બાળકના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

ટીવી અને મોબાઈલ જોતા બાળકોને જમાડવું છે જોખમી
એન્વાયર્નમેન્ટલ જર્નલ ઓફ હેલ્થ નામના મેગેઝિનમાં બાળકોની જમવાની આદતો પર એક રિસર્ચ છપાયું છે. એવું જાણવા મળ્યું છે કે જે બાળકો ટીવી અથવા મોબાઈલ જોતા જોતા જમે છે, તેઓ પછીથી જમવાને લઈએ ખૂબ જ નખરા કરતા હોય છે. તેમજ આવા બાળકોને નાની નાની વાતોમાં જલ્દી ગુસ્સો આવી જતો હોય છે.
ટીવી અને મોબાઈલ જોતા જોતા જમતા 10 વર્ષ સુધીના બાળકોમાં સ્થૂળતાનો ખતરો અનેકગણો વધી જાય છે અને તેઓ સ્થૂળતાનો શિકાર બને છે જે અનેક રોગોને જન્મ આપી શકે છે.
WHOએ પણ આપી છે ચેતવણી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તાજેતરમાં જ એક રિપોર્ટ જારી કરીને બાળકોને સ્ક્રીનથી દૂર રાખવાની ચેતવણી આપી છે. આ રિપોર્ટમાં 5 વર્ષથી નીચેના બાળકોનો સ્ક્રીન ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે.
આ બાળકોનો વધુ પડતો સ્ક્રીન ટાઈમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. આ રિપોર્ટમાં WHOએ બાળકોને મોબાઈલ, ટીવી કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી દૂર રહેવાની સૂચના આપી છે.
જમતી વખતે ટીવી જોવાના ગેરફાયદા
– જમતી વખતે ટીવી જોવાથી પાચનશક્તિ ધીમી પડી જાય છે, જેના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે.
– ટીવી જોતા જોતા જમવાથી, સંપૂર્ણ ધ્યાન ટીવી અથવા ફોન પર હોય છે, જેના કારણે બાળકો ઓવરઇટીંગ કરી લે છે.
– મોટા ભાગના બાળકો જ્યારે ટીવી અને ફોન જુએ છે ત્યારે જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે.
-બાળકો ટીવી કે મોબાઈલ જોતા ડિનર કે લંચ કરીને ખૂબ જ ઝડપથી મેદસ્વી થઈ જાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
– ટીવી અથવા ફોન જોતા જોતા બાળકને જમાડવાથી પોષણની ઉણપ થઈ શકે છે. તેઓ જરૂરી પોષક તત્વો મેળવી શકતા નથી.
– તેમજ બાળકમાં તણાવ અને ચિંતા વધી શકે છે.
– જે બાળકો ટીવી કે ફોન જોતા ખોરાક લે છે તે સામાજિક રીતે નબળા પડી શકે છે. તેમની કુશળતામાં ઘટાડો થઈ શકે છે.
– આ સિવાય આંખોમાં પાણી આવવું, દ્રષ્ટિ નબળી પડી જવી અથવા શુષ્કતા આવવાની સમસ્યા થાય છે.
– મોબાઈલ જોતી વખતે બાળકો ખોરાકને ઓળખી શકતા નથી અને જે સામે આવે તે જ ખાઈ લે છે. તેમજ શું ખાધું તે પણ યાદ રહેતું નથી.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.