Heavy Rain Forecast: ગઈકાલથી કડાકા ભડાકા સાથે વરસાદનો જોરદાર રાઉન્ડ ચાલુ થઈ ગયો જેમાં આજે પણ તીવ્રતા સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારમાં તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે.
અત્યારે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જળવાયેલો છે અને ઘણા વિસ્તારમાં વરસાદ ચાલુ જ છે. આજે પણ વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને વરસાદની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર્ના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે.
સૌરાષ્ટ્રમાં આજે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને વેરાવળથી પોરબંદર દરિયા પટ્ટી ઉપર વરસાદની તીવ્રતા વધુ રહેશે અને ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. તેમજ ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે.
Heavy Rain Forecast: મધ્ય ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છમાં પણ વરસાદના વિસ્તારમાં વધારો થશે. તેમજ આજે ભારે પવન અને તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 24 જૂને કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આગામી ત્રણ કલાક ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે, જેમાં વડોદરા, ભરૂચ અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે. તો અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને હવામાન વિભાગે આજે 24 જૂન 2024 માટે પણ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ખાસ કરીને નર્મદા, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લામાં આજે મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે.
આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….
આ ઉપરાંત, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.