આજે આ જિલ્લામાં એલર્ટ; ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Heavy Rain Forecast: રાજ્યમાં અત્યારે ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં વરસાદની રાહ જોવાઇ રહી હતી, ત્યારે ગઇકાલે ત્યાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ગઈ કાલે સૌથી વધારે વરસાદ નવસારી તાલુકામાં ખાબક્યો હતો. નવસારીમાં 4.2 ઈંચ, પલસાણામાં 4.1 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જલાલપોરમાં 3.5 ઈંચ અને ઉમરગામમાં 3.4 ઈંચ વરસાદ વરસ્યો હતો.

વરસાદનો આ રાઉન્ડ હજુ પૂર્ણ થયો નથી. વરસાદનો આ રાઉન્ડ હજી લાંબો ચાલશે. ગુજરાતમાં ગઈકાલે ઘણા વિસ્તારમાં વાવણી બાકી હતી ત્યાં પણ વાવણી લાયક વરસાદ પડી ગયો છે અને જ્યાં વાવણી બાકી છે ત્યાં પણ ટુંક સમયમાં વાવણી લાયક વરસાદ થઈ જશે.

Heavy Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં ગઈ કાલની જેમ આજે સતત વરસાદી માહોલ જળવાયેલો રહશે. તો પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ એક કરતા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ બનેલો રહેશે.

પશ્ચિમ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રમાં છૂટો છવાયા વરસાદનો માહોલ રહેશે તો અમુક વિસ્તારમાં સારા રેડા ઝાપટા પડી શકે છે. આ સિવાય ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ વરસાદની શક્યતા છે. આજે કચ્છમાં બપોર બાદ ગાજવીજ સાથે એકલ દોકલ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગૂ મધ્ય ગુજરાતમાં પણ સારા રેડાની સંભાવના છે. તો બાકીના ભાગ તથા ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. આજે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

આ સિવાય આણંદ, સુરત, ડાંગ, નવસારી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment