મુસીબતનું માવઠું; કડાકા ભડાકા અને કરા સાથે ભારે વરસાદ, જાણો આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?

WhatsApp Group Join Now

હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગઈ ગુજરાતનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો.

આજે મોટા ભાગના વિસ્તારમાં વરસાદનો વિરામ થઈ જશે અને છુટાછવાયા અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પડશે. વરસાદી માહોલને લીધે વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતે મહામહેનતે ખેતરમાં વાવેતર કરેલ પાક પર પાણી ફરી વળ્યું હતું.

જાણિતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 28 તારીખે છુટોછવાયો વરસાદ નોંધાશે તો 1 ડિસેમ્બરે કેટલીક જગ્યાએ હળવા ઝાપટા પડશે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 1 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે.

ગુજરાતમાં પડેલ વરસાદ પર નજર કરીએ તો બનાસકાંઠાનાં ભાભરમાં સૌથી વધુ 2 ઈંચ, જ્યારે રાધનપુર અને લોધિકામાં 2-2 ઈંચ વરસાદ પડ્યો હતો. તો તાલાળા, અંકલેશ્વર અને વંથલીમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નડીયાદ, હાંસોટ, સુરત, દશાડા, વાવા, પાટણ અને વેરાવળમાં પણ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

આ સિવાય કેશોદ, ભરૂચ, કલ્યાણપુર, દિયોદર, સાગરબારા, સાંતલપુર, ઉમરપાડા. ગઢડામાં પણ સવા ઈંચ વરસાદ પડ્યો હતો તો બીજી બાજુ લિલિયા, સોનગઢ, વીરપુર, માંડવી અને વિજાપુરમાં 1-1 ઈંચ વરસાદ પડ્યો હતો.

ભર શિયાળે વરસાદ પડતા જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે. બોટાદ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદના લીધે પાકમાં ભારે નુકશાન થતા ખેડૂત પાયમાલ થયો છે અને તાત્કાલિક સહાય આપવાની માગ કરી હતી.

ગુજરાતના કેટલાક વિસ્તારમાં કરાનો વરસાદ પડ્યો હતો. આગાહી વચ્ચે વરસાદ પડતા ખેડૂતોનીં ચિંતામાં વધારો થવા પામ્યો છે. શિયાળામાં વરસાદને લઈ શિયાળુ પાકને કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. ભારે પવન અને વરસાદને કારણે અનેક ખેતરોમાં આખો પાક નમી ગયો છે. હજારો હેક્ટર ખેતીમાં કમોસમી વરસાદને લઈને મોટું નુકશાન થવા પામ્યું છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment