× Special Offer View Offer

આજે ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Heavy Thunder Rain Forecast: વરસાદની સિસ્ટમ ઘણી નજીક હોવા છતાં વરસાદની જે શરૂઆત થવી જોઈએ તેમાં થોડું મોડું થઈ રહ્યું છે. આ સિસ્ટમ આજ સાંજ આસપાસથી નજીક આવવાની શરૂ થશે અને સારો વરસાદ શરૂ થઈ જશે.

દક્ષિણ સૌરાષ્ટ્રમાં સવારથી દરિયા કાંઠા આસપાસ વરસાદ ચાલુ બંધ થયા કરે છે. હવે ધીમે ધીમે થોડું અંદર આવશે અને સાંજ રાત સુધીમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઘણા વિસ્તારોમાં વરસાદ આવશે.

દક્ષિણ સૌરાષ્ટ્રને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સાંજ સુધીમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. પોરબંદર અને ત્યારબાદ દ્વારકા જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા રહેશે. આ સિવાય જામનગર જિલ્લામાં અમુક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર બોર્ડર આસપાસ વરસાદની શક્યતા છે. દરિયા કાંઠે સિસ્ટમ પર આધાર હોવાથી થોડું મોડું થઈ રહ્યું છે પણ હવે 24 કલાકમાં વરસાદની પણ શરૂઆત થઈ શકે છે.

મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ અને ખેડા જિલ્લામાં સાંજ પછી વરસાદની સારી શકયતા છે. તો આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ છૂટા છવાયા વરસાદની છે.

Heavy Thunder Rain Forecast: પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી લાગુ બોટાદમાં તો દક્ષિણ ગુજરાતની જેમ જ સિસ્ટમ નજીક આવશે એટલે વરસાદની સારી શરૂઆત થઈ જશે.

ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

મધ્ય અને ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લા આસપાસ મોડી સાંજ પછી શરૂઆત થવાની શક્યતા છે. તો કચ્છના અમુક વિસ્તારોમાં આજે વરસાદ થઈ શકે છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment