ગુજરાતમાં આજે મેઘતાંડવ/ બિપોરજોય વાવાઝોડાંના કારણે આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ

WhatsApp Group Join Now

બિયોરજોય વાવાઝોડું અત્યારે જખૌ અને દ્વારકાથી લગભગ 190/200 કિમીની દૂરી પર છે. ગઈકાલે તે નબળું પડ્યું છે ત્યાર બાદ ફરી મજબૂત થવાની કોશિશ કરી નથી. હાઈ વીન્ડ શીઅર, એકજ જગ્યા એ લાંબો સમય ઉભુ રેહવાથી નીચે સમુદ્રનું પાણી ઠંડુ થવું અને પાકિસ્તાન / ઈરાનથી આવેલી સૂકી હવાએ સાયકલોનનાં ઉત્તર ભાગને પૂરેપૂરો ખલાસ કરી દિધો છે. દક્ષિણ ભાગમાં પણ ગઈકાલ રાત કરતા ઘણી ઓછી એક્ટિવિટી જોવા મળી રહી છે.

પવનની ઝડપ હજુ પણ 120 કિમી પ્રતિ કલાકની આસપાસની હોય શકે છે. એટલે સાવચેતી ખૂબ જ જરૂરી છે. હજુ પણ કચ્છમાં 120 આસપાસનાં પવનો, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં 80થી 100 કિમી પ્રતિ કલાકનાં પવન, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, બનાસકાંઠા અને પાટણમાં 70થી 90નાં પવન શકે છે.

દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની શકયતા છે.

વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધીને નારાયણ સરોવર પાસેથી ક્રોસ કરશે. વાવાઝોડાની અસરથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ ચાલુ છે. સિસ્ટમનાં મુખ્ય વાદળો હવે દ્રારકાથી ફક્ત 30 કિમીની દૂરી પર છે. તો હવે બે કલાકમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પછી લાગુ ઉત્તર મધ્ય સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શરૂઆત થઈ શકે છે.

પવન અને ભારે વરસાદનો મુખ્ય આધાર વાવાઝોડું અહી પહોંચે ત્યારે પણ કેટલું સ્ટ્રેંથ જાળવી રાખે તેના પર છે. હજુ પણ 10 કલાક બાકી છે.

તો બીજી બાજુ રાજ્ય સરકારે દરિયા કાંઠાના વિસ્તારોમાંથી 74 હજારથી વધુ લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા હતા. IMD અનુસાર બિપરજોયને કારણે જોરદાર પવન અને ભારે વરસાદનો ખતરો વધ્યો છે. ચક્રવાતને કારણે પોરબંદર, રાજકોટ, મોરબી, જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

ખાસ નોંધ: આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે. હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment