ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર લખેલા આ નંબરને તાત્કાલિક ભૂંસી નાખો, RBIએ આપી ખાસ સૂચના…

WhatsApp Group Join Now

હાલના સમયમાં સાયબર ક્રાઈમમાં કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગમે તેટલી સાવચેતી રાખવા છતાં સાયબર ગુનેગારો નિતનવા તુક્કા લાવી છેતરપિંડી આચરત હોય છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે.

તમારી એક ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારે તમારા બેંક ખાતા અને ડેબિટ-ક્રેડિટ કાર્ડને લગતી તમામ માહિતીનું ધ્યાન રાખવું જોઈએ.

કાર્ડ પર લખેલી આ માહિતી તમારા ખિસ્સામાં ખાલી કરી શકે છે.

તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સીધા તમારા બેંક ખાતા સાથે જોડાયેલા છે. ઘણા સાયબર ગુનેગારો આના દ્વારા લોકો સાથે છેતરપિંડી કરતાં હોય છે. RBIએ લોકોને ચેતવણી પણ આપી છે કે તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર લખેલો 3 અંકનો CVV નંબર તરત જ ભૂંસી નાખવો જોઈએ.

CVV એટલે કે કાર્ડ વેરિફિકેશન વેલ્યુ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. આના વિના કાર્ડ પેમેન્ટ વેરિફિકેશન નહીં થાય. જો તમારા કાર્ડની માહિતી કોઈ બીજાના હાથમાં આવી જાય, તો તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે.

CVV છુપાવો

RBI દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારે તમારા કાર્ડ પર લખેલા CVV છુપાવીને રાખવું જોઈએ. તમે આ નંબરને ભૂંસી શકો છો અને તેને બીજે ક્યાંક લખી શકો છો. જો કાર્ડ ખોટા હાથમાં આવી જાય તો પણ છેતરપિંડી કરનારાઓ તમારા બેંક ખાતામાં એક્સેસ નહિ કરી શકે.

કાર્ડની માહિતી ક્યાંય સાચવશો નહીં.

જ્યારે પણ તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો ત્યારે તમને પૂછવામાં આવે છે કે શું તમારા કાર્ડની વિગતો તે પ્લેટફોર્મ પર સેવ કરવી જોઈએ?

ઘણા લોકો હા કહે છે જેથી ભવિષ્યમાં તેમને પેમેન્ટ કરવા માટે ફરીથી કાર્ડની વિગતો ન ભરવી પડે. ક્યારેક આવું કરવું તમારા માટે સમસ્યા બની શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

તમામ પ્લેટફોર્મ પર કાર્ડની માહિતી શેર કરવાથી બચો. જેથી કરીને જો કોઈ પ્લેટફોર્મ સુરક્ષિત ન હોય તો તમે છેતરપિંડીની જાળમાં ફસાઈ જવાથી બચી શકો. જો તમે ઓનલાઈન ખરીદી કરતી વખતે કાર્ડ દ્વારા પેમેન્ટ કરો છો, તો પણ તમારી કાર્ડની માહિતી સાચવવાનું ટાળો.

જો કોઈ તમારી પાસે બેંકના નામે કે અન્ય કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે ક્રેડિટ-ડેબિટ કાર્ડની માહિતી માંગે તો તમારી માહિતી આપવાનું ટાળો. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું પણ ટાળો.

WhatsApp Group Join Now

Leave a Comment