ભારતીય ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.
ભારત સામેની ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 356 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શુભમન ગિલે સદી ફટકારી હતી. તેણે 102 બોલમાં 112 રનની ઇનિંગ રમી હતી.
તેના સિવાય શ્રેયસ અય્યરે 78 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પણ 52 રનની ઇનિંગ રમી હતી. કેએલ રાહુલ અડધી સદી ચૂકી ગયો અને 40 રન બનાવ્યા.
જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 35મી ઓવરમાં 214 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે ત્રીજી વનડે 142 રને જીતી લીધી હતી. આટલું જ નહીં, ટીમ ઈન્ડિયાએ શ્રેણી પણ 3-0થી જીતી લીધી હતી.
India vs England: બંને ટીમોની પ્લેઈંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા.
ઈંગ્લેન્ડ: બેન ડકેટ, ફિલ સોલ્ટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), ટોમ બેન્ટન, લિયામ લિવિંગ્સ્ટન, ગસ એટકિન્સન, આદિલ રશીદ, માર્ક વૂડ અને સાકિબ મહમૂદ.