પથરીની સમસ્યા એક મોટી સમસ્યા છે, જેમાં શરીરના કેટલાક ભાગોમાં પથરી થઈ શકે છે. આમાં કિડનીમાં થતી પથરી સૌથી સામાન્ય છે. કિડની સ્ટોન એ એક સામાન્ય મેડિકલ પ્રોબ્લેમ છે, જેના દર્દીઓની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે.
પથરીનો રોગ બાઈફસ્ટાઈલ સંબંધિત રોગ છે, જે આપણા ખરાબ ડેલી રુટીનના કારણે થાય છે. જો કે, ગમે તે રોગ હોય આપણું શરીર હંમેશા આપણને કેટલાક સંકેતો આપે છે, જેને અવગણવું ખતરનાક બની શકે છે.

પેશાબ પણ આપણને કિડનીમાં પથરી હોવાનો સંકેત આપે છે, ચાલો આ લક્ષણોને સમજીએ.
આ 5 સંકેતોથી ઓળખો કિડનીની પથરી?
1. પેશાબ કરતી વખતે દુખાવો- કિડનીની પથરીને કારણે પેશાબ કરતી વખતે ભારે દુખાવો થાય છે. વાસ્તવમાં આ દુખાવો પથરીની હિલચાલને કારણે થાય છે અને કિડનીથી યુરિનલ સુધી મેહસૂસ થાય છે.
2. પેશાબમાં લોહી આવવું- પથરી હોવાના કારણે પેશાબમાં લોહી આવી શકે છે. આ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે પથરી યૂરિનલ એરિયામાં ઘસાવા લાગે છે. આમાં લોહીનો રંગ આછો ગુલાબી અથવા ઘેરો લાલ હોઈ શકે છે.
3. પેશાબમાં દુર્ગંધ- કિડનીમાં પથરી હોય તો પેશાબમાં દુર્ગંધ આવી શકે છે. આ સંકેત એકદમ સામાન્ય છે, જેને સરળતાથી સમજી શકાય છે. જો કે, દુર્ગંધની સમસ્યા અન્ય ઘણા કારણોસર પણ થાય છે, પરંતુ પથરી હોવાના કારણે પેશાબમાં દુર્ગંધ આવવી એ પણ સામાન્ય બાબત છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
4. પેશાબ રોકાઈ-રોકાઈને આવવો અથવા ઓછો આવવો – કિડનીની પથરી મૂત્રમાર્ગ દ્વારા પેશાબ પસાર કરવાની પ્રક્રિયામાં અવરોધ લાવી શકે છે, જેના કારણે વારંવાર અથવા ઓછો પેશાબ આવે છે. જો કે, વારંવાર પેશાબ એટલા માટે આવે છે કે એક જ વારમાં સંપૂર્ણ રીતે બહાર આવી શકતો નથી.
5. પેશાબમાં ફીણ- કિડનીની પથરીને કારણે પેશાબમાં ગંદકી જોવા મળે છે. જો પેશાબમાં ફીણના પરપોટા દેખાય છે, તો તે કિડનીમાં પથ્થર હોવાનો પણ સંકેત છે.
બચાવ અને ઉપાય
- પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
- એપલ સાઈડર વિનેગર અને પાણી મિક્સ કરીને પી શકો છો.
- ખોરાકમાં મીઠાની માત્રા ઓછી કરો.
- સંતુલિત આહારનું સેવન કરો.
- વેટ મેનેજમેન્ટ પણ મહત્વનું છે.