ઘણાં બધા લોકોના દાંત પીળા હોય છે. પીળા દાંત તમારી ખૂબસુરતી બગાડવાનું કામ કરે છે. પીળા દાંત ચમકાવવા માટે લોકો જાતજાતની ટ્રીટમેન્ટ લેતા હોય છે.
દાંત પરની પીળી પરત દૂર કરવા માટે આ ઘરેલુ ઉપાયો અસરકારક છે. આ ઘરેલુ ઉપાયો દાંત પરની પીળાશ દૂર કરીને મોતી જેવા ચમકાવવાનું કામ કરે છે. આમ, તમે આ રીતે દાંત ચમકાવી દેશો તો ફેસ પણ મસ્ત લાગશે.

પીળા દાંત ચમકાવવા માટેનો અસરકારક ઉપાય
લીંબુનો રસ અને આદુ
લીંબુનો રસ અને આદુમાં મળતા તત્વો ટીથ વાઇટનિંગ કરવાનું કામ કરે છે. આ માટે એક નાના બાઉલમાં લીંબુનો રસ લો. ત્યારબાદ આદુનો રસ મિક્સ કરો. હવે આ બંને વસ્તુને મિક્સ કરીને દાંત પર ઘસો. ત્યારબાદ થોડીવાર રહેવા માટે દો અને પછી બ્રશ કરો. આ ઉપાય તમે દરરોજ કરશો તો દાંત પરની પીળાશ સરળતાથી નીકળી જશે. આ ઉપાયની કોઈ સાઇડ ઇફેક્ટ્સ થતી નથી.
લીંબુનો રસ અને સોડા
તમે દાંત પરની પીળાશ દૂર કરવા માટે લીંબુનો રસ અને સોડા મિક્સ કરીને એપ્લાય કરી શકો છો. આ માટે લીંબુનો રસ લો અને એમાં સોડા મિક્સ કરો. પછી આ પેસ્ટને પીળા દાંત પર ઘસો. 2થી 3 મિનિટ પછી બ્રશ કરો. આમ કરવાથી પીળાશ ધીરે-ધીરે દૂર થઈ જશે. આ બંને વસ્તુ એવી છે જે તમને સરળતાથી ઘરે મળી જાય છે. આ વસ્તુથી દાંત મોતી જેવા ચમકી જશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
લીંબુની છાલ
દાંત પરની પીળાશ દૂર કરવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. લીંબુની છાલથી દાંત મસ્ત વ્હાઇટ થઈ જાય છે. આ માટે લીંબુને વચ્ચેથી કટ કરી દો. ત્યારબાદ લીંબુનો એક કટકો લઈને દાંત પર ઘસો. આમ કરવાથી ધીરે-ધીરે દાંત ચમકી જશે.
બેકિંગ સોડા
તમે બેકિંગ સોડાની મદદથી પણ દાંત ચમકાવી શકો છો. આ માટે બેકિંગ સોડા લો અને બ્રશની મદદથી ઘસો. બે મિનિટ પછી પાણીથી કોગળા કરી દો. આમ કરવાથી દાંત પરની પીળાશ નીકળી જશે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.