RBIની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા લોન રિકવરી એજન્ટ, ગ્રાહકના ઘરે જઈને કરે છે હેરાન! લોન લેનારે પોતાના હક અધિકાર જાણવા જરૂરી…

WhatsApp Group Join Now

બેંક કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લેનાર વ્યક્તિ જરૂરી તમામ ડોક્યુમેન્ટ આપીને અને લીગલ કાર્યવાહી બાદ લોન મેળવે છે,અને નિર્ધારિત કરેલી સમય મર્યાદામાં તેના હપ્તા કે EMI ચુકવતા હોય છે

પરંતુ જો સંજોગવશાત લોનના બાકી હપ્તા ચુકવવામાં ગ્રાહક ભૂલ કરે કે ચૂકવી ન શકે ત્યારબાદ રિકવરી એજન્ટો ધાકધમકી આપીને વસુલાત કરતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બેંકના રિકવરી એજન્ટ લોનની EMI ભરવામાં વિલંબ થાય એટલે વારંવાર ગ્રાહકોને લોનની વસુલાત માટે હેરાન કરે છે. વારંવાર ફોન કરીને ધમકીઓ આપે છે. તેઓ ઘરે કે વેપારના સ્થાન પર પહોંચીને હંગામો મચાવે છે.

આ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે.જાણવા મળ્યા મુજબ અગાઉ સંસદના સત્ર દરમિયાન એક સભ્ય દ્વારા પૂછવામાં આવતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પણ સ્પષ્ટ કર્યું હતું કે બેંકોને આવું ન કરવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે. તે ફરી એકવાર RBI દ્વારા ખાતરી કરશે કે બેંકો આ રીતે લોનની વસુલાત બંધ કરે અને ગ્રાહક સાથે માનવતા અને સંવેદનશીલતા સાથે વર્તે તે જરૂરી છે.

RBIની માર્ગદર્શિકા શું કહે છે?

RBI એ સરકારી અને ખાનગી સહિત દેશની તમામ બેંકોને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ લોનની વસુલાત માટે ગ્રાહકો સાથે ગેરવર્તન ન કરે. આ માટે કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે.

  • બેંકો અથવા અન્ય ધિરાણ આપતી કંપનીઓ માટે તેમની તમામ લોન રિકવરી એજન્સીઓ વિશે તેમની વેબસાઇટ પર માહિતી આપવી ફરજિયાત છે.
  • બેંકના લોન રિકવરી એજન્ટ ગ્રાહકને શારીરિક, માનસિક કે મૌખિક કોઈપણ સ્વરૂપે હેરાન કરી શકતા નથી.
  • આ વસૂલાત એજન્ટો કોઈપણ રીતે ઉધાર લેનારાઓને અયોગ્ય, ધમકીભર્યા સંદેશા મોકલી શકતા નથી.
  • આ રિકવરી એજન્ટ ગ્રાહકોને અનામી અથવા ખોટા નામ આપીને કોલ કરી શકતા નથી.

એટલું જ નહીં, આ એજન્ટો ગ્રાહકોને સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા પછી ફોન કરી શકતા નથી.

ક્રેડિટ કાર્ડ, હોમ લોન, કાર લોન સહિતની લોનના ઘણા લોકો EMI ભરતા હોય છે. અમુક સંજોગોમાં EMI ભરવાનું ચૂકી જાય છે. આ સ્થિતિમાં બેન્ક રિકવરી એજન્ટ મોકલે છે. રિકવરી એજન્ટોની કડકાઈના કારણે ઘણા લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. પરંતુ લોન ચૂકવનારાના પણ ઘણા હકો છે અને કોઈપણ રિકવરી એજન્ટ તેમને ધમકાવી શકતા નથી.

અદાલત દ્વારા રિકવરી એજન્ટો સામે ચૂકાદો આપ્યા હોવા છતાં ઘણા દેવાદારોએ શોષણની ફરિયાદ કરી હોવાનું પણ જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. લોન રિકવરી એજન્ટોના ત્રાસથી ભૂતકાળમાં કેટલાક લોકોએ અંતિમ પગલું ભર્યું હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. ગ્રાહકોના ઘરે જઈને રીતસર તેમના પરિવારને હેરેસમેન્ટ કરતા આવા એજન્ટોની કામગીરી સદંતર બંધ થવી જોઈએ તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.

આ અંગે મૂળ જામનગરના અને વકીલ વૈશાલી માલદેભાઈ નંદાણીયાએ જણાવ્યું હતું કે ભારતમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ લોનની વસૂલી એટલે કે રિકવરી માટે રિકવરી એજન્ટોને નિયુક્ત કરે છે. જોકે લોન રિકવરી એજન્ટોની કામગીરી માટે કેટલીક કાયદાકીય હદબંધી અને નિયમો છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

RBIએ લોન રિકવરી એજન્ટો માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો અને માર્ગદર્શિકા જાહેર કર્યા છે. જે મુજબ રિકવરી એજન્ટો શારીરિક કે માનસિક હેરાનગતિ ન કરી શકે, નિયમિત સમયગાળામાં જ સંપર્ક કરી શકે છે, લોન રિકવરી એજન્ટો લોનદારની માહિતી અન્ય કોઈને જાહેર કરી શકતા નથી.

જબરજસ્તી ઘર કે માલમિલકત કબજે કરી શકતા નથી. લોન વસૂલી માટે કાયદા મુજબ કાર્યવાહી કરવાની હોય છે. લોનદારો સાથે જો કોઈ લોન રિકવરી એજન્ટ અયોગ્ય વર્તન કે વ્યવહાર કરે તો ગ્રાહક તે અંગે પોલીસ ફરિયાદ કે RBIને લોકહિત ફરિયાદ કરી શકે છે.

વધુમાં રિકવરી એજન્ટોના દબાણ કે ગેરકાયદેસર વસુલાત સામે કન્ઝ્યુમર કોર્ટ,લોકપાલ અથવા હાઇકોર્ટમાં પણ અરજી કરી શકાય છે.

ગ્રાહકે પોતાના અધિકારની જાણકારી રાખવી જોઈએ અને કાયદેસર પગલાં લેવા માટે વકીલની સલાહ પણ લેવી જોઈએ. આ ઉપરાંત ભોગ બનનાર ગ્રાહક RBI કન્ઝ્યુમર હેલ્પલાઇન,બેંક વિરોધ ફરિયાદ માટે બેન્કિંગ ઓમ્બડ્સમેન,પોલીસ સ્ટેશન,ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ,કન્ઝ્યુમર કોર્ટમાં પોતાની ફરિયાદ કરી શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment