ગુજરાત વરસાદ આગાહી ચોમાસાની પહેલા લગભગ બધા જ દેશી આગાહીકારો વરસાદને લઇને પોતાની અલગ-અલગ આગાહી કરતા હોય છે.
કારતક મહિનાની પૂનમથી લઈને અખાત્રીજનો પવન અને ત્યારપછી અષાઢી પૂનમ સુધીના વિવિધ પરિબળો,
ગુજરાત વરસાદ આગાહી વનસ્પતિ અને ફળ ફૂલ, પક્ષી પ્રાણીઓના આધારે વરસાદને લઈને આગાહીઓ કરતા હોય છે.
એવામાં દેશી આગાહી કરનાર મગનભાઈ ચાંગેલા અને હસમુખભાઈ નિમાવત દ્વારા આ વર્ષના ચોમાસાને લઇને આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: નવા કપાસમાં ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (તા. 10/10/2023 ના) કપાસના બજાર ભાવ
આ બન્ને દેશી આગાહીકાર મગનભાઈ ચાંગેલા અને હસમુખભાઈ નિમાવત દ્વારા ચોમાસાને લઈને આગાહી એવી આગાહી કરવામાં આવી છે કે, આ વર્ષે વરસાદ સમયસર ઓછો અને પાણીની ખેંચ પડશે તેવું જણાવ્યું છે.
ગોંડલ તાલુકાના ગોમટા ગામના રહેવાસી મગનભાઈ ચાંગેલાની ઉંમર 80 વર્ષ છે
તે છેલ્લા 60 વર્ષથી શિયાળા અને ઉનાળા અને લઘુત્તમ અને મહત્તમ તાપમાનના આધારે વરસાદની અલગ-અલગ આગાહી કરે છે.
મગનભાઈના ચાંગેલાના મતે આ વર્ષનું ચોમાસું નબળું રહેશે અને પાણીનો ખેંચ વર્તાશે. મગનભાઈના તારણ અનુસાર 10 જૂનથી વરસાદનો પ્રારંભ થઇ શકે છે.
22થી 26 જૂન દરમિયાન વરસાદ પડશે પણ અપેક્ષા પ્રમાણે ચોમાસું નહીં રહે અને ખાસ કરીને આ વખતે પાણીની વ્યવસ્થા કરવી પડે એવી શક્યતા છે.
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારી Whatsapp ચેનલ ફોલો કરો.
બીજી બાજુ આગાહીકાર હસમુખભાઈ નીમાવતે જણાવ્યું કે,
તેમની પાસે 150 વર્ષના વરસાદના આંકડા ઉપલબ્ધ છે. ભારતની જેમ અમેરિકા અને ઈંગ્લેન્ડમાં પણ દેશી પદ્ધતિ વરતારો કાઢવામાં આવે છે અને આ દેશી પદ્ધતિમાં લોકો શ્રદ્ધા રાખે છે.
ગુજરાત વરસાદ આગાહી હસમુખભાઈના જણાવ્યા મુજબ,
સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ રહેશે અને દરિયાકાંઠાના જિલ્લાઓ સિવાય ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ઓછો પડશે.
દેશમાં વરસાદની ઘટ 10% રહેશે જ્યારે ગુજરાત રાજ્યમાં 25% જેટલી વરસાદની ઘટ રહેશે.
ગુજરાતના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લામાં વરસાદ સારો પડશે. જ્યારે ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં વરસાદ નબળો રહેશે.
આ પણ વાંચો: નવા કપાસમાં ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (તા. 10/10/2023 ના) કપાસના બજાર ભાવ
ગુજરાતના આ વિસ્તારમાં 20 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. અને ચોમાસુ આ મહિના ના એન્ડમાં ટકોરા દેવા માંડશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ચોમાસું સમયસર શરૂ થઈ જશે પરંતુ વચ્ચે સ્થગિત થતું રહેશે.
તેઓના મતે 3થી 16 જુલાઈના સમયગાળા દરમિયાન સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે અને તે પછીનો મહિનો ઓગસ્ટ મહિનો સાવ કોરો જાય તેવી શક્યતા દર્શાવી છે.
આ ચોમાસા દરમિયાન બે વખત વરસાદ ખેંચાય તેવા સંકેતો આપ્યા છે.