જે ખેલાડીનું નામ પસંદગીકારો ભૂલી ગયા હતા તેણે જ રણજીમાં સદી ફટકારી…

WhatsApp Group Join Now

જે ખેલાડીનું નામ ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારો ભૂલી ગયા છે તે ખેલાડીએ હવે તેના બેટથી તબાહી મચાવી રહ્યો છે. ભારતીય બેટ્સમેન મનીષ પાંડેએ રણજી ટ્રોફીની એલિટ ગ્રુપ સી મેચમાં પંજાબ સામે સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી છે. શનિવારે રણજી ટ્રોફી મેચમાં, કર્ણાટકે બીજા દિવસે સ્ટમ્પ સુધી છ વિકેટે 461 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિકલ (193 રન) અને મનીષ પાંડેની શાનદાર સદીના કારણે પ્રથમ દાવના આધારે 309 રનની લીડ મેળવી હતી,

મનીષ પાંડે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. મનીષ પાંડેએ વર્ષ 2021માં શ્રીલંકાના પ્રવાસ પર ODI શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ પછી ખરાબ પ્રદર્શનના કારણે પસંદગીકારોએ મનીષ પાંડેને ભારતીય ટીમમાંથી બહાર કરી દીધો હતો.

મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 39 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 44.31ની એવરેજ અને 126.15ની સ્ટ્રાઈક રેટથી 709 રન બનાવ્યા છે. મનીષ પાંડે ક્યારેય સાતત્યપૂર્ણ નથી રહ્યો અને આ જ કારણ છે કે તેને ટીમ ઈન્ડિયામાંથી દૂર કરવામાં આવ્યો.

મનીષ પાંડેએ હવે રણજી ટ્રોફીમાં પંજાબ સામે કર્ણાટક તરફથી 165 બોલમાં 118 રનની ઇનિંગ રમી હતી. મનીષ પાંડેની ઇનિંગ્સમાં 13 ફોર અને 3 સિક્સ સામેલ હતી. પડિકલ (24 ચોગ્ગા, ચાર છગ્ગા) અને પાંડે (13 ચોગ્ગા, ત્રણ છગ્ગા)એ કર્ણાટકને મોટી લીડ લેવામાં મદદ કરી હતી.

કર્ણાટકે પહેલા દિવસે પંજાબને પ્રથમ દાવમાં 152 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પડીક્કલ અને પાંડેએ ત્રીજી વિકેટ માટે 234 રનની ભાગીદારી કરી હતી. વિકેટકીપર બેટ્સમેન શરત શ્રીનિવાસ (55 અણનમ)એ પણ અડધી સદી ફટકારી હતી.

જ્યારે વલસાડમાં તમિલનાડુએ ગુજરાત પર પ્રથમ દાવમાં 14 રનની સરસાઈ મેળવી હતી. ગુજરાતને 236 રનમાં આઉટ કર્યા બાદ તમિલનાડુએ નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. ગુજરાત માટે લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈએ 73 રનમાં ચાર વિકેટ અને ઝડપી બોલર અર્જન નાગવાસવાલાએ 35 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

એમ મોહમ્મદ (85 રન) અને સંદીપ વોરિયર (38 રન) વચ્ચે નવમી વિકેટની ભાગીદારીથી તમિલનાડુની ટીમ નોંધપાત્ર લીડ મેળવવામાં સફળ રહી હતી. ઝડપી બોલર સંદીપ વોરિયરની ત્રણ વિકેટ સાથે, તમિલનાડુએ બીજી ઇનિંગમાં સ્ટમ્પ સમયે ગુજરાતનો સ્કોર ત્રણ વિકેટે 38 રન પર ઘટાડી દીધો હતો, અને તેની કુલ લીડ 24 રનની થઈ ગઈ હતી.

WhatsApp Group Join Now

Leave a Comment