અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, ખરાબ આહાર અને વ્યાયામના અભાવના કારણે નાની ઉંમરમાં પણ સાંધાની સમસ્યા થઈ જાય છે. ઘણા લોકો નાની વયના હોય તો પણ લાંબા સમય સુધી જમીન પર બેસી શકતા નથી, ઘણા લોકોને કમરના દુખાવાની તકલીફ થઈ જાય છે.
સાંધાના આ પ્રકારના દુખાવા શરીરમાં પોષકતત્વોની ખામી હોય ત્યારે પણ થઈ શકે છે. આવી ખામી હોય તો તેના માટે યોગ્ય સારવાર લેવી અને આ સિવાય તમે ઘરે બનાવેલા તેલથી માલિશ પણ કરી શકો છો.

નાળિયેર તેલ
નાળિયેર તેલથી માલિશ કરવાથી સાંધાના દુખાવાથી રાહત મળી શકે છે. નાળિયેર તેલમાં એન્ટી ઈંફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. જે સોજા ઓછા કરવામાં મદદ કરે છે.
નાળિયેર તેલથી માલિશ કરવાથી બ્લડ સર્કુલેશન સુધરે છે. જો તમને સાંધા અને સ્નાયૂમાં કાયમી દુખાવો રહેતો હોય તો નાળિયેર તેલમાં આ સફેદ વસ્તુ મિક્સ કરી દેવી. તેનાથી વધારે ફાયદો થાય છે.
કપૂર
કપૂરમાં એન્ટી ફ્લોજિસ્ટિક ગુણ હોય છે જે દુખાવાથી રાહત અપાવે છે. કપૂરનો ઉપયોગ કરવા માટે નાળિયેર તેલને હુંફાલુ ગરમ કરો. ત્યારબાદ તેમાં કપૂરનો પાવડર ઉમેરી દો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કપૂરને તેલમાં બરાબર મિક્સ કરી અને સાંધા પર હળવા હાથે માલિશ કરો. તેનાથી સાંધામાં ગરમાવો લાગશે અને સોજા તેમજ દુખાવાથી રાહત મળશે.
નાળિયેર તેમાં કપૂરના ટુકડા ઉમેરી મિક્સ કરશો એટલે તે ઓગળી જશે. આ તેલમાં તમે સૂંઠ પણ ઉમેરી શકો છો. આ તેલને થોડી થોડી માત્રામાં બનાવી ઉપયોગમાં લેશો તો વધારે ફાયદો થશે. તેલ લગાડી 10 મિનિટ માલિશ કરવી. દુખાવો વધારે હોય તો રોજ રાત્રે સૂતા પહેલા માલિશ કરો.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.