ભારતીય કેલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે.
આર્દ્રા નક્ષત્ર: સૂર્યનો આદ્રા નક્ષત્રમાં મંગલમય પ્રવેશ તા. 22/06/2023 ના રોજ આદ્રા નક્ષત્ર ગુરૂવારે સાંજે 5: 49 મિનિટે થશે. આ નક્ષત્રનું વાહન ઘેટું છે. આ નક્ષત્રથી વરસાદની શરૂઆત થતી હોય છે. સામાન્ય-મધ્યમ અથવા વાવણી લાયક વરસાદ પણ જોવા મળતો હોય છે.
પુનર્વસુ નક્ષત્ર: સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં શુભકારી પ્રવેશ તા. 06/07/2023 ના રોજ ગુરૂવારે સાંજે 5:17 મિનિટે થશે. આ નક્ષત્રમાં વરસાદી માહોલ યથાવત રહે છે અને મધ્યમ વરસાદ પડતો હોય છે. આ નક્ષત્રનું વાહન ગધેડાનું છે.
પુષ્ય નક્ષત્ર: સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ શુભમય પ્રવેશ તા. 20/07/2023 ના રોજ ગુરુવારે સાંજે 04:57 મિનિટે થશે અને તેનું વાહન દેડકાનું છે.
આશ્લેષા નક્ષત્ર: સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં શુભ પ્રવેશ તા. 03/08/2023 ના રોજ ગુરુવારના શુભ દિવસે બપોરે 03:53 મિનિટે થશે. વાહન ભેંસનું છે. આ નક્ષત્રમાં વરસાદ સારો પડતો હોય છે અને ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ પણ થઈ શકે છે.
મઘા નક્ષત્ર: સૂર્યનો મઘા નક્ષત્રમાં શુભકારી પ્રવેશ તારીખ 17/08/2023 ના રોજ ગુરુવારે બપોરે 01:33 મિનિટે થશે. આ નક્ષત્રનું વાહન ઘોડો છે અને આ નક્ષત્રમાં સારો વરસાદ પડતો હોય છે.
પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર: સૂર્યનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 31/08/2023 ના રોજ ગુરૂવારે સવારે 09:33 મિનિટે થશે. વાહન મોરનું છે. આ નક્ષત્રમાં પવનનું જોર વધારે હોય છે અને સારો વરસાદ પડે છે.
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર: સૂર્યનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 13/09/2023 ના રોજ બુધવારે થશે. વાહન હાથીનું છે અને આ નક્ષત્રમાં મેઘ ગર્જના સાથે વરસાદ તૂટી પડે છે.
હસ્ત નક્ષત્ર: સૂર્યનો હસ્ત નક્ષત્રમાં વિધિવત પ્રવેશ તારીખ 27/09/2023 ના રોજ બુધવારે થશે અને તેનું વાહન દેડકાનું છે. આ નક્ષત્રમાં છૂટો છવાયો તોફાની વરસાદ પડતો હોય છે.
ચિત્રા નક્ષત્ર: સૂર્યનો ચિત્રા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 11/10/2023 ના રોજ બુધવારે સવારે 8:00 વાગ્યે થશે. વાહન ઉંદરનું છે. જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો નદી નાળા છલકાઈ જાય છે.
સ્વાતિ નક્ષત્ર: સૂર્યનો સ્વાતિ નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 24/10/2023 ના રોજ મંગળવારે સાંજે 06:27 મિનિટે થશે. આ નક્ષત્રનું વાહન ઘોડાનું છે.
વરસાદ અંગેની વધુ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.