અંબાલાલ પટેલ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી છે. આજથી દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એટલે કે વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે.
આગાહીમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ લાગુ વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પ્રિ.મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ થઈ શકે છે. આણંદ, નડિયાદ અને વડોદરા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે.
ગાંધીનગર સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધંધુકા, ભાવનગર લાગુ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી હતી. અમદાવાદ, ગાંધીનગરની સાથે પંચમહાલ અને બનાસકાંઠામાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીની આગાહી શરૂ થઈ શકે છે.
અંબાલાલ પટેલ: તેમણે કહ્યું કે આગામી દિવસોમાં પ્રિ-મોન્સુન એક્ટિવટી વધારે જોર પકડશે, રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદ થશે. તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થશે. આવનારી 4 જૂન સુધીમાં તેમણે નડિયાદ, વડોદરા, આણંદ, ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી છે.
સામાન્ય કરતા વધારે વરસાદની છે આગાહી
મહત્વપૂર્ણ છે કે જૂનથી સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસવાની આગાહી છે. લા નીનાની સ્થિતિ જૂનથી ઓગસ્ટ 2024 સુધી વિકસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાંબા ગાળામાં એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધી 106 ટકા વરસાદની સંભાવના છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં 30 મે પછી ગરમી ઓછી થવાની શક્યતા છે. મે 2024માં ગરમીના તરંગોના 2 રાઉન્ડ નોંધાયા હતા, જેમાં હરિયાણા, દિલ્હી, રાજસ્થાનઅને ગુજરાતમાં સૌથી વધુ વ્યાપ જોવા મળ્યો હતો.
સામાન્ય રીતે ચોમાસુ કેરળમાં 1 જૂનના રોજ આવે છે, પરંતુ આઇએમડીનું કહેવું છે કે આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 31 મેના રોજ કેરળમાં આવે તેવી શક્યતા છે આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે તે વહેલું નથી, તે સામાન્ય તારીખની આસપાસ છે, કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.