વરસાદનું પુર્વાનુમાન; સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ? હાલ ખેડુતોએ શું કરવું?

WhatsApp Group Join Now

ગુજરાતના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કેમકે હાલમાં ભારે ગરમી અને તડકો પડવાને કારણે ખેતી પાકોમાં પિયત આપવાની ઘણી જરૂર પડી છે.

પરેશ ગોસ્વામીની આગાહી
ખગોળશાસ્ત્રી પરેશ ગોસ્વામી ચોમાસુ શરૂ થાય તે પહેલા ચોમાસાના ચાર મહિના દરમિયાન વરસાદની આગાહી અગાઉથી કરી દેય છે. જે આગાહી પ્રમાણે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં એટલે કે 1-5 તારીખ સુધી વરાપ જોવા મળશે. ત્યાર પછી 5-9 સપ્ટેમ્બરમાં છૂટાછવાયા અથવા સામાન્ય અથવા ઓછા વરસાદની શક્યતા જણાવી છે.

આગાહીમાં વધારે તેમણે એમ પણ જણાવ્યું છે કે, 10થી 16 તારીખમાં પણ વરસાદની ઓછી શક્યતા છે. જ્યારે 17થી લઈને 22 તારીખમાં ગુજરાતના 90% વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમણે જણાવી છે. ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22થી 30 સપ્ટેમ્બરમાં નહીંવત્ અથવા ઓછા વરસાદની શક્યતા પણ જણાવી છે.

આ પણ વાંચો: જાણો આજના (29/08/2023 ના) બજાર ભાવ; કપાસ, જીરું, મગફળી, તલ, ડુંગળી વગેરેના ભાવ

અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગરમી તડકો જોવા મળશે, જ્યારે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં સારા વરસાદની સંભાવના છે. ત્યાર બાદ અશોક પટેલ દ્વારા પણ ટૂંકા ગાળાની આગાહી કરવામાં આવે છે. એમણે કહ્યું છે કે પહેલી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ધૂપછાવ વાળો માહોલ જોવા મળશે.

રાજ્યના અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ છે આ સિવાય અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સૂકા રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી અને હજુ પણ થોડો સમય વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.

હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનાની શરુઆતથી લગભગ સમગ્ર ગુજરાતમાંથી વરસાદ ગાયબ થવાની આગાહી કરી છે. હાલ રાજ્યમાં કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ બનવાનું અનુમાન કરવામાં આવ્યું નથી જેના કારણે રાજ્યમાં ક્યાંય ભારે કે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. એટલે કે હમણાં રાજ્યમાં વરસાદ માટે રાહ જોવી પડશે.

છેલ્લા કેટલાક દિવસથી બંગાળની ખાડી પણ સક્રિય નથી અને અરબી સમુદ્ર પણ ચોમાસા જેવું સક્રિય નથી. એટલે કે ભારતની સાથે ગુજરાતમાં પણ ચોમાસુ હાલમાં નિષ્ક્રિય અવસ્થામાં છે. જોકે હાલમાં વેધર ડેટા પ્રમાણે માહિતી મળી રહી છે કે સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં ચોમાસું ફરી સારું એવું સક્રિય બનશે, બંગાળની ખાડીમાં સિસ્ટમો બનશે અને ફરીથી વરસાદની આશાઓ બંધાશે.

આ બધા લોકોની આગાહી પરથી એક તારણ નીકળે છે કે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયા હજી વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે એટલા માટે તમારે કૃષિ પાકોમાં પિયતની જરૂર હોય તો પિયત કરી દેવું હિતાવહ રહેશે.

WhatsApp Group Join Now

1 thought on “વરસાદનું પુર્વાનુમાન; સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ? હાલ ખેડુતોએ શું કરવું?”

Leave a Comment