ગુજરાતમાં આજે પણ થશે વરસાદ; આ વિસ્તારોમાં વરાપ થાશે કે નઈ? વરસાદે તો હવે ભારે કરી!

WhatsApp Group Join Now

ગઈ કાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ આવ્યો હતો. આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વિસ્તાર અને વરસાદના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા છે અને બીજે બધે છૂટું છવાયું વરસાદી ઝાપટું આવી શકે છે.

રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પુરો થઈ ગયો હોવા છતાં રાજ્યમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગર જિલ્લાના લાલપુરમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના વડિયામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જેતપુર, આહવા અને ઉમરગામમાં 3 ઈંચ જેટલો વરસાદ, તાપીના સોનગઢમાં 2.5 ઈંચ, કડી અને ભાવનગરના મહુવામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગુજરાતના 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ભુક્કા વાળો વરસાદનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયો હોવા છતાં પણ હજુ છૂટો છવાયો સારો વરસાદ ચાલુ જ છે. હાલમાં બંગાળની ખાડીમાં બનેલી લોપ્રેશર સિસ્ટમને લીધે બે દિવસથી છૂટો છવાયો સીમિત વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. જે હજુ બે દિવસ એટલે કે 28 તારીખ સુધી ચાલુ રહેશે. જેમાં વધુ અસર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં રહેશે. એકાદ દિવસ મધ્યપૂર્વ અને ઉતરપૂર્વ ગુજરાત બાજુ પણ અસર કરી જાય તો કરી જાય તેવી પણ શક્યતા છે.

હાલ આવા છુટા છવાયા વિસ્તારો સિવાય મોટાભાગના વિસ્તારમાં વરાપ ચાલુ થઈ ગઈ છે. જેમાં 28 તારીખ બાદ 29 તારીખથી લગભગ બધી બાજુ વરાપ ચાલુ થઈ જશે એટલે કે હાલ જે વરસાદની ગતિવિધિ છે તેમાં સાવ ઘટાડો થઈ જશે અને વરાપનો રાઉન્ડ ચાલુ થશે.

એક વાત ધ્યાનમાં લેવી કે ચોમાસુ ચાલી રહ્યું છે વાતાવરણમાં ભેજ ને લીધે ક્યારેક ક્યાંક હળવા મધ્યમ ઝાપટા પણ પડશે સીમિત વિસ્તારમાં લોકલ અસ્થિરતા વધે ત્યાં સારો વરસાદ પણ પડશે પરંતુ આવો વિસ્તાર ઓછો હોય, વરાપ એટલે એમ નહિ કે આખા ગુજરાતમાં ક્યાંય સાવ વરસાદ ના પડે. વરાપ એટલે વરસાદની મુખ્ય ગતિવિધિ બંધ થાય અને બાકી હળવા મધ્યમ ઝાપટાથી એકલ દોકલ વિસ્તારમાં સારો વરસાદ થાય તેવું છૂટુ છવાયું ચાલુ જ રહેશે.

બીજા સારા સમાચાર એમ છે કે આગળના અઠવાડિયાથી 10 દિવસ સુધી નજીકમાં હજુ કોઈ સારો રાઉન્ડ દેખાતો નથી એટલે વરાપ હજુ લાંબી પણ ચાલી શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment