રમણીકભાઈ વામજાની મોટી આગાહી; ૫૦થી ૫૫ ઈંચ વરસાદ થશે, જાણો ક્યાં ક્યાં? વાવણી ક્યારે થશે?

WhatsApp Group Join Now

ટુંક દિવસો બાદ રાજ્યમાં ચોમાસું બેસવાનું છે ત્યારે હવામાન વિભાગની સાથોસાથ વર્ષા વિજ્ઞાનના આગાહીકારોએ પણ પોતાની આગાહીઓ શરૂ કરી દીધી છે ત્યારે ખેડૂતો દર વર્ષે જેની રાહ જોતા હોય એવા વર્ષા વિજ્ઞાનના સભ્ય રમણીકભાઈ વામજાએ 2023 નું ચોમાસું કેવું રહેશે એ અંગેની આગાહી કરી છે.

સૌરાષ્ટ્ર જુનાગઢ વંથલીના જાણીતા આગાહી કાર રમણીકભાઈ વામજાએ વર્ષ 2023 ના ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. રમણીકભાઈ વામજાની આગાહી ખેડૂતોમાં ખુશીના સમાચાર છે કેમકે તેમણે કહ્યું છે કે આ વર્ષ 16 આની વર્ષ થવાના સંકેતો આપે છે.

રમણીકભાઈ વામજાએ હમણાં પડેલ માવઠાના વરસાદને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે રેવતી, અશ્વિની અને ભરણી નક્ષત્રમાં ચોમાસું બગડવાના દોષ ઊભા થયા હતા તે ભડલી વાક્ય મુજબ કૃતિકા નક્ષત્રએ દોષ ધોઈ નાખ્યા છે. એટલે કે કૃતિકા નક્ષત્રમાં વરસાદ પડ્યો હતો તે આવતા ચોમાસાને સારા સંકેતો આપે છે.

રમણીકભાઈ વામજાએ આગાહી કરતાં જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રમાં 50થી 55 ઇંચ વરસાદ જોવા મળશે અને 16 આની વર્ષ થવાના સંકેતો છે. જ્યારે ચોમાસાના ચાર મહિનામાંથી ભાદરવા મહિનામાં સૌરાષ્ટ્ર વિસ્તારોમાં 40 થી 45 ડેમ ઓવરફ્લો થઈ જશે તેવું તેમણે જણાવ્યું છે.

રમણીકભાઈ વધુમાં જણાવ્યું કે, આ વર્ષે ત્રણ તબક્કામાં વાવણી થવાના સંજોગો છે, જેમાં જામનગર જિલ્લામાંથી વાવણીની શરૂઆત થશે. તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાન લાગુ વિસ્તારોમાં ઓગસ્ટ મહિનામાં વધુ વરસાદ પડશે તેવું જણાવ્યું છે.

ગુજરાતમાં ગરમી પડવાને કારણે છાપ અને વીંછી કરડવાના બનાવો વધારે બનશે સાથોસાથ ચોમાસે વીજળી પડવાના પણ બનાવો વધુ જોવા મળશે. રમણીકભાઈએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રોહિણી નક્ષત્રમાં 27 મેથી 31 મે દરમિયાન અતિ ભારે ગરમી અને વાવાઝોડા બનવાની શક્યતા છે. જ્યારે બીજી તરફ અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે 28 મેં પછી અરબ સાગરમાં ચક્રવાતની સંભાવના છે.

આ સાથે જ રમણિકભાઈ વામજાએ એ પણ જણાવ્યું છે કે, આ ચોમાસે મગફળીનો પાક પુષ્ફળ પ્રમાણમાં થશે. તો ભડલી વાક્યના અનુસંધાને ભાદરવા સુદ છઠના દિવસે અનુરાધા નક્ષત્ર હોવાથી વર્ષ સારું રહેવાનો અંદાજ પણ આપ્યો છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment