1 જુનથી થશે આ 7 મોટાં ફેરફારો. ખેડુતોથી લઈને સામાન્ય માણસોને કરશે મોટી અસર

થોડા દિવસોમાં જ આ માહિનો પુરો થઈ જશે ત્યારે 1 જૂનથી ઘણા નવા ફેરફારો થશે. તેથી જૂન મહિનો શરૂ થાય તે પહેલા, તમારે આ ફેરફારો વિશે જાણવું જરૂરી છે. આ ફેરફારોમાં બેંકિંગ, પોસ્ટ ઓફિસ, રેશન કાર્ડ, કિસાન યોજનાનો 11મો હપ્તા સાથે સંબંધિત ઘણા નિયમોમાં ફેરફારો થવાના છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે, તેથી તમારે આ ફેરફારો જાણવા ખુબ જ જરૂરી છે.

(1) વાહનોનો થર્ડ પાર્ટી વીમો મોંઘો

1 જૂન 2022થી વાહનોનો થર્ડ પાર્ટી વીમો મોંઘો થશે એટલે કે મોંઘવારીનો વધુ એક માર પડવાનો છે. કેન્દ્ર સરકારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમના દરમાં વધારો કર્યો છે. વર્ષ 2019-20 મોટર વીમા માટેનું પ્રીમિયમ વધારવામાં આવ્યું હતું.  આ ફેરફાર પ્રમાણે 1,000 સીસીથી નીચેના વાહનો માટે વીમાનું પ્રીમિયમ રૂ. 2,094, 1,000 સીસીથી 1,500 સીસીની કાર માટે રૂ. 3,416 અને 1,500 સીસીથી વધુના વાહનો માટે વીમા પ્રીમિયમ રૂ. 7,897 થઈ જશે.

(2) ગોલ્ડ હોલમાર્કિંગ

ગોલ્ડ હોલમાર્કિંગ અંગેનો ફરજિયાત બીજો તબક્કો 1 જૂન, 2022થી શરૂ થઈ રહ્યો છે. ગોલ્ડ હોલમાર્કિંગનો પ્રથમ તબક્કો 23 જૂન 2021થી દેશના 256 જિલ્લાઓમાં શરૂ કર્યો હતો, હવે તેમાં વધુ 32 જિલ્લા સમાવેશ થવા જઈ રહ્યો છે.

(3) SBI હોમ લોનમાં વધારો

SBIની હોમ લોનના હપ્તા 1 જૂનથી વધવા જઈ રહ્યા છે. SBIએ તેના હોમ લોન એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટને 40 બેસિસ પોઈન્ટ્સ વધારીને 7.05 ટકા કર્યો છે, જ્યારે RLLR 6.65 ટકા + CRP હશે. SBIની ઓફિશિઅલ વેબસાઈટ અનુસાર, વધેલા વ્યાજ દરો 1 જૂન, 2022થી લાગુ થશે.

(4) PM કિસાન યોજના:

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 11મો હપ્તો હજી સુધી જમા થયો નથી, તેનું મુખ્ય કારણ એ છે કે ,જે લોકો PM કિસાનના હપ્તા છેતરપિંડીથી લે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે, જો તમે PM કિસાન યોજનાનો 11મો હપ્તો મેળવવા માંગો છો, તો તમારે કોઈપણ સંજોગોમાં 31 મે 2022 સુધીમાં ઈ-કેવાયસી (e-KYC) કરાવવું પડશે.

(5) ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક: 

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AEPS) નો ઉપયોગ કરવા માટે હવે તમારે ચાર્જ ચુકવવો પડશે. આ ચાર્જ 15 જૂન, 2022થી લાગુ કરવામાં આવશે. આ નવા નિયમો મુજબ, હવે દર મહિનાના પ્રથમ ત્રણ આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AEPS) વ્યવહારો મફત હશે. આ પછી, દરેક રોકડ ઉપાડ/જમા કરાવવા પર 20 રૂપિયા + GST ચાર્જ લાગશે. મિની સ્ટેટમેન્ટ ટ્રાન્ઝેક્શન પર 5 રૂપિયા + GST ચાર્જ લાગશે.

(6) એક્સિસ બેંક: 

એક્સિસ બેંક દ્વારા 1 જૂનથી સેલેરી અને સેવિંગ એકાઉન્ટ પર સર્વિસ ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. બેંકે આવતા મહિનાથી બચત ખાતામાં મિનિમમ બેલેન્સની મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે.

(7) રેશનકાર્ડ: 

જે લોકો રેશન કાર્ડનો ખોટો ઉપયોગ કરીને રાશન લઈ રહ્યા છે એવા લોકો માટે, 31 મે સુધી, રેશનકાર્ડ સરેન્ડર કરવાની છેલ્લી તક છે. જે લોકો પાસે આ રાશન લેવા પાત્રતા ધરાવતા ન હોવા છતાં રાશન લેતા હોય તેવા લોકોએ આવા રેશનકાર્ડ સરેન્ડર કરવા જરૂરી છે. નહીંતર તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *