વરસાદનો ત્રીજો રાઉન્ડ/ ગુજરાતના ખેડૂતો તૈયાર રહેજો, ચોમાસાનું પહેલું ડીપ ડિપ્રેશન

નમસ્કાર મિત્રો, હાલમા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થયો જે ઘણા વિસ્તારોમાં ફાયદા કારક થયો છે, તેમજ સતત વરસાદ ઘણા વિસ્તારોમાં કાચા મોલને નુકશાન કારક પણ સાબિત થઈ રહ્યો છે.

રાત્રે અને સવારે દક્ષિણ ગુજરાતને લાગુ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. તો આજથી 17 જુલાઈ સુધી મુખ્યત્વે આંશિક વરાપ અને ધુપછાવ રહેશે.

તો બીજી બાજુ ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે અને આ નવી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી મેઘરાજા તાંડવ કરશે.

વરસાદના વિસ્તારમાં ઘટાડા સાથે આજે રાજ્યમાં હળવો, મધ્યમ, કે કોઈક જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે ત્યાર બાદ 13 જુલાઈથી 17 જુલાઈ સુધી ક્યાંક વરાપ કે ક્યારેક છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા કે હળવો કે મધ્યમ વરસાદ જોવા મળશે.

વરસાદના નવા રાઉન્ડની વાત કરીએ તો 17 જુલાઈ આસપાસ વરસાદની ગતિવિધીમાં વધારો જોવા મળશે. જેમાં વિસ્તાર અને માત્રા સિસ્ટમના ટ્રેક ઉપર આધાર રહેશે. તેમજ આગાહીના છેલ્લા દિવસોથી સૌરાષ્ટ્ર કચ્છમાં પવનનુ જોર વધુ જોવા મળશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જેના કારણે છૂટા છવાયા વરસાદની શક્યતા છે. તો 15 જુલાઈએ બંગાળનાં ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. જેનાથી 17થી 20 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા છે.

જેમાં ગુજરાત સહિત દેશનાં વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ 18થી 20 જુલાઈએ ચોમાસાનુ પહેલું ડીપ ડિપ્રેશન બને તેવી શક્યતા છે.

બીજી બાજુ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ત્રણ કલાક અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ વડોદરા, ખેડા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં ભારે હેત વરસાવ્યું છે. અત્યાર સુધીમાં વરસાદના બે રાઉન્ડમાં રાજ્યમાં 43.77 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment