Today Heavy rain forecast: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના અમુક ભાગોમાં ધોધમાર તો અમુક ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ વલસાડમાં સાડા 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત 23 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
નવસારીના ગણદેવી, ખેરગામમાં 5.5 ઈંચ વરસાદ પડ્યો છે. પારડી, ચીખલીમાં 4.5 ઈંચ વરસાદ, જ્યારે વાપી અને જલાલપોરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત 23 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વરસાદી માહોલ રહેશે. ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આજે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ તરફ નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મેઘ મહેર થવાની સંભાવના છે. ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….
સાબરકાંઠા, પોરબંદર, ખેડા, ગાંધીનગર, ભાવનગર સહિતના 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, અરવલ્લી, ગીર સોમનાથ, મહીસાગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.