× Special Offer View Offer

ડુંગળીના ભાવ વધતા કેન્દ્ર સરકાર એક્શનમાં, શું ડુંગળીના ભાવ ઘટી જશે? Today 29/10/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવ વધતા કેન્દ્ર સરકાર એક્શનમાં, શું ડુંગળીના ભાવ ઘટી જશે? Today 29/10/2023 Onion Apmc Rate

સમગ્ર દેશમાં ડુંગળીની સરેરાશ વેચાણ કિંમત 57 ટકા વધારા સાથે 47 રૂપિયા કિલો થઇ ગઇ છે. જે બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઇ છે. કેન્દ્ર સરકારે શુક્રવારે છૂટક બજારોમાં 25 રૂપિયે કિલોગ્રામના રાહત દરે બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ વધારવાનો નિર્ણય કર્યો છે.

ગ્રાહકને લગતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ આંકડાઓ અનુસાર ડુંગળીની અખિલ ભારતીય છૂટક કિંમત શુક્રવારે વધીને 47 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ પહોંચી ગઇ હતી જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 30 રૂપિયા હતી. ગ્રાહક બાબતોના સચિવ રોહિતકુમાર સિંહે કહ્યું હતું કે અમે ઓગસ્ટથી જ બફર સ્ટોકમાંથી ડુંગળી આપી રહ્યા છીએ અને કિંમતોમાં રોકવા છૂટક વેચાણમાં વધારો કરી રહ્યા છીએ.

છૂટક બજારોમાં બફર સ્ટોકની ડુંગળીને બે સરકારી એકમો ભારતીય રાષ્ટ્રીય ઉપભોક્તા સહકારી સંઘ (એનસીસીએફ) અને ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ મહાસંઘ (એનએએફઇડી)ની દુકાનો તેમજ વાહનો મારફત 25 રૂપિયા પ્રતિકિલોના ભાવે ડુંગળીને રાહત ભાવે વેચાઇ રહી છે.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અ‍મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

હવામાન સંબંધિત કારણોસર ખરીફ સીઝનમાં ડુંગળીના વાવેતરમાં વિલંબ થયો હતો અને તેના કારણે પાક ઓછો ઊતર્યો હતો અને આવકમાં પણ મોડું થયું હતું. તાજી ખરીફ ડુંગળીની આવક હજુ સુધીમાં શરૂ થવી જોઇતી હતી પરંતું તેમ થઇ શક્યું નથી.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 28/10/2023, શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 450થી રૂ. 931 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 191થી રૂ. 1045 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 201થી રૂ. 1045 સુધીના બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 251થી રૂ. 901 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 380થી રૂ. 726 સુધીના બોલાયા હતા. તેમજ જસદણના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 951થી રૂ. 952 સુધીના બોલાયા હતા.

અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 900 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 900 સુધીના બોલાયા હતા. તેમજ અમદાવાદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 700થી રૂ. 1000 સુધીના બોલાયા હતા. દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 700થી રૂ. 1200 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: નવા કપાસમાં ભાવમાં વધારો થયો કે ઘટાડો; જાણો આજના (તા. 28/10/2023 ના) કપાસના બજાર ભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 28/10/2023, શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 1009 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 29/10/2023 Onion Apmc Rate):

તા. 28/10/2023, શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 450 931
મહુવા 191 1032
ગોંડલ 201 1045
જેતપુર 251 901
વિસાવદર 380 726
જસદણ 951 952
અમરેલી 400 900
મોરબી 400 900
અમદાવાદ 700 1000
દાહોદ 700 1200

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 29/10/2023 Onion Apmc Rate):

તા. 28/10/2023, શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 200 1009

દરારોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment