ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; આજનો ઉંચો રૂ. 945, જાણો આજના (02/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 02/11/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; આજનો ઉંચો રૂ. 945, જાણો આજના (02/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 02/11/2023 Onion Apmc Rate

આ વખતની રવી સિઝને ડુંગળી વાવેતરમાં ખેડૂતોનું મન નીચા ભાવને કારણે ઉચક તો થઇ ગયું હતું, પણ છેલ્લા દશેક દિવસથી ડુંગળીની ઉંચી બજારે ફરી ડુંગળી વાવેતરનું મન જાગ્રૃત કર્યું છે.

હંમેશા ભાવથી કંટાળેલા ખેડૂતો કાયમ ને કાયમ ડુંગળી વાવેતરમાં કાપ મુકતાં હોય છે, પણ બજારમાં એકાદ તેજીનો તણખો લાગે એટલે ફરી માનસ પલ્ટી જતું હોય છે. પરંતુ ડુંગળી વાવેતરમાં પાણીનો અભાવ બાધારૂપ રહેશે, એ પાક્કી વાત છે. ખરીફ સિઝનનાં બે મહત્વનાં પાક કપાસ અને મગફળી સાચવવામાં તળપાણી ઉલેચાઇ ગયા છે, ત્યારે સ્યોર પાણી ધરાવતાં ખેડૂતો શિયાળું ડુંગળી વાવેતરનાં ગણિત માંડવા લાગ્યા છે.

ડુંગળીમાં એક તરફ સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે અને બીજી તરફ નવી ડુંગળીની આવકો પણ વધી રહી હોવાથી ડુંગળીનાં ભાવમાં આજે વધુ રૂ. 50 નીકળી ગયા હતા. વધ્યા ભાવથી મણે રૂ. 200 નીકળી ગયા છે અને હજી થોડો ઘટાડો આવે તેવી સંભાવનાં છે. ડુંગળીમાં બજારો ફરી વધે તેવી સંભાવનાં પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અ‍મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 01/11/2023, બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 285થી રૂ. 690 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 861 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 861 સુધીના બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 751 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 410થી રૂ. 800 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 750 સુધીના બોલાયા હતા.

અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 700થી રૂ. 900 સુધીના બોલાયા હતા. જ્યારે દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 700થી રૂ. 1200 સુધીના બોલાયા હતા. તેમજ વડોદરાના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 600થી રૂ. 1200 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (02/11/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 01/11/2023, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 945 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 02/11/2023 Onion Apmc Rate):

તા. 01/11/2023, બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 285 690
મહુવા 100 860
ગોંડલ 101 861
જેતપુર 101 751
વિસાવદર 410 800
મોરબી 300 750
અમદાવાદ 700 900
દાહોદ 700 1200
વડોદરા 600 1200

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 02/11/2023 Onion Apmc Rate):

તા. 01/11/2023, બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 100 945

દરારોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; આજનો ઉંચો રૂ. 945, જાણો આજના (02/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 02/11/2023 Onion Apmc Rate”

Leave a Comment