ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (07/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 07/11/2023 Onion Apmc Rate
ડુંગળીમાં એનાં નિશ્ચિત સ્થાન પરથી હટવા ન દેવાનો મકશદ લઇને બેઠેલ સરકાર પર ખેડૂતો ખફા થયેલા છે. ઘણા ખેડૂતોએ તો વિનંતી કરી હતી કે આવશ્યક ચીજ વસ્તુનાં લીસ્ટમાંથી ડુંગળીને કાઢો તો જ ખેડૂત બે પાંદડે થશે.
જામનગર અને જૂનાગઢ પંથકનાં બંને ખેડૂતે એક સ્વરમાં કહ્યું હતું કે, ડુંગળી બાબતે સરકાર છાની-માની બેઠી હોત તો જન્માષ્ટમીએ ડુંગળીનાં પ્રતિમણ રૂ. 1000 અને દિવાળી પહેલા રૂ. 1500 ભાવ ચોક્કસ હોત, પણ ડુંગળીમાં સરકારને શું બાપે માર્યા વેર છે, એ સમજાતું નથી.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06/11/2023, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 375થી રૂ. 675 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 590 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 201થી રૂ. 590 સુધીના બોલાયા હતા.
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.
ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 71થી રૂ. 741 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 211થી રૂ. 751 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 255થી રૂ. 401 સુધીના બોલાયા હતા.
અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 600 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 700 સુધીના બોલાયા હતા. તેમજ અમદાવાદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 720 સુધીના બોલાયા હતા.
દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 600થી રૂ. 1100 સુધીના બોલાયા હતા. જ્યારે વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 1100 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (07/11/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06/11/2023, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 140થી રૂ. 836 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 07/11/2023 Onion Apmc Rate):
તા. 06/11/2023, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 375 | 675 |
મહુવા | 101 | 742 |
ભાવનગર | 201 | 590 |
ગોંડલ | 71 | 741 |
જેતપુર | 211 | 751 |
વિસાવદર | 255 | 401 |
અમરેલી | 200 | 600 |
મોરબી | 300 | 700 |
અમદાવાદ | 400 | 720 |
દાહોદ | 600 | 1100 |
વડોદરા | 400 | 1100 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 07/11/2023 Onion Apmc Rate):
તા. 06/11/2023, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 140 | 836 |
દરારોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.