ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; જાણો આજના (19/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 19/12/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; જાણો આજના (19/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 19/12/2023 Onion Apmc Rate

ડુંગળીની બજારમાં મંદીનો દોર યથાવત છે અને નાશીકની બજારો વધુ ઘટી ગઈ હોવાથી ગુજરાતમાં પણ બજારો ઘટ્યાં હતાં. ગુજરાતમાં ડુંગળીની હરાજી હવે થોડી થાળે પડી છે અને આજે દરેક સેન્ટરમાં વેપારો ચાલુ થયા હતા.

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યાં બાદ ખેડૂતોનો વિરોધ હજી પણ યથાવત છે અને ખેડૂત સંગઠન અને મહુવા સહિતનાં યાર્ડનાં હોદેદારો પણ ગાંધીનગર પહોંચ્યાં હતાં. મહુવા યાર્ડનાં ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે રુબરુ જઈને મુલાકાત કરી હતી., જોકે નિકાસબંધીનો હજી કોઈ નિવેડ આવ્યો નથી, પંરતુ ખેડૂતો હાલ માલ વેચાણ કરવા અને વેપારીઓ હરાજી કરવા તૈયાર થયા છે.

નાશીકમાં નવી ડુંગળીની આવકો લેઈટ છે, પંરતુ સામે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકાયો હોવાથી જે માલ આવે છે તેનો પણ નિકાલ નથી. નવી ડુંગળીનો સ્ટોક કરી શકાતો ન હોવાથી જેવી આવે તેવી બજારમાં ઠલવી દેવી પડે છે. ગુજરાતનો માલ અત્યારે દેશાવરમાં થોડો-થોડો જાય છે જેને પગલે બજારને ટેકો મળી રહ્યો છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 18/12/2023, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 110થી રૂ. 440 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 534 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 534 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 71થી રૂ. 491 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 184થી રૂ. 316 સુધીના બોલાયા હતા. તેમજ ધોરાજીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 75થી રૂ. 426 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં મોટો ઘટાડો; જાણો આજના (19/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 400 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 600 સુધીના બોલાયા હતા. તેમજ અમદાવાદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 460 સુધીના બોલાયા હતા. દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 700 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 18/12/2023, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 160થી રૂ. 429 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 371 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 19/12/2023 Onion Apmc Rate):

તા. 18/12/2023, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 110 440
મહુવા 100 491
ભાવનગર 150 534
ગોંડલ 71 491
વિસાવદર 184 316
ધોરાજી 75 426
અમરેલી 120 400
મોરબી 300 600
અમદાવાદ 200 460
દાહોદ 200 700

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 19/12/2023 Onion Apmc Rate):

તા. 18/12/2023, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 160 429
ગોંડલ 180 371

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; જાણો આજના (19/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 19/12/2023 Onion Apmc Rate”

Leave a Comment