ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; મણે ફરી રૂ. 50નો ઘટાડો; જાણો આજના (26/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 26/12/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; મણે ફરી રૂ. 50નો ઘટાડો; જાણો આજના (26/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 26/12/2023 Onion Apmc Rate

ડુંગળીની બજારમાં મંદીનો દોર યથાવત્ છે અને ભાવમાં ગઈ કાલે મણે રૂ. 50નો ઘટાડો થયો હતો. ડુંગળીમાં વેપારો ન હોવાથી સારી ક્વોલિટીનાં ભાવ ઘટીને રૂ. 350ની અંદર આવી ગયા છે અને આગામી દિવસોમાં જો સરકાર નિકાસ ઉપર કોઈ છૂટ નહીં આપે તો બજારમાં ઘટાડાનો દર આગળ વધી શકે છે.

ડુંગળીની સરકારી ખરીદી ગુજરાતમાંથી પણ બે એજન્સીઓ દ્વારા ચાલુ કરવામાં આવી છે, પરંતુ ડુંગળીની કોઈ મોટી ખરીદી થતી નથી અને બજારમાં ભાવ ઘટી રહ્યા છે. વળી સરકારી એજન્સીઓ પણ છેલ્લા ત્રણેક દિવસનાં એવરેજ ભાવનાં આધારે જ ડુંગળીની ખરીદી કરે છે, જેને કારણે ખુલ્લા બજારમાં ભાવ ઘટે તો તેનાં ખરીદ ભાવમાં પણ ઘટાડો જોવા મળે છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 25/12/2023, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 80થી રૂ. 290 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 379 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 379 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 51થી રૂ. 331 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 123થી રૂ. 211 સુધીના બોલાયા હતા. તેમજ તળાજાના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 99થી રૂ. 288 સુધીના બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 350 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 440 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં મોટો ઘટાડો; જાણો આજના (26/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 25/12/2023, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 190થી રૂ. 350 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 111થી રૂ. 301 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 26/12/2023 Onion Apmc Rate):

તા. 25/12/2023, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 80 290
મહુવા 100 362
ભાવનગર 100 379
ગોંડલ 51 331
વિસાવદર 123 211
તળાજા 99 288
અમરેલી 100 350
મોરબી 200 440

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 26/12/2023 Onion Apmc Rate):

તા. 25/12/2023, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 190 350
ગોંડલ 111 301

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; મણે ફરી રૂ. 50નો ઘટાડો; જાણો આજના (26/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 26/12/2023 Onion Apmc Rate”

Leave a Comment