ડુંગળીના ભાવમાં થયો મોટો ઘટાડો; જાણો આજના (09/01/2024) ડુંગળીના બજાર ભાવ – Today 09/01/2024 Onion Apmc Rate
ડુંગળીની બજારમાં ભાવ ટકી રહ્યાં હતાં, પરંતુ બજારમાં આવકો વધારે હોવાથી આગામી દિવસોમાં બજારો ઘટે તેવી સંભાવનાં દેખાય રહી છે. બીજી તરફ મહુવામાં રવિવારે આવકો ખોલતા આજ સવાર સુધીમાં કુલ બે લાખ કટ્ટા જેવી આવક થઈ હતી, પંરતુ ટ્રક ચાલકોની હડતાળને કારણે લાલની હરાજી ખોરવાઈ ગઈ હતી.
મહુવા એ.પી.એમ.સી. નાં સેક્રેટરી વિશાલ પાંચાણીએ જણાવ્યું હતું કે, ટ્રક ચાલકોની હડતાળ આગામી દિવસોમાં પડવાની સંભાવનાએ આજે ટ્રાન્સપોર્ટ ધારકો વેપારીની જવાબદારીએ જે-તે જગ્યાએ પહોંચવાની શરતે ગાડી ભરવા તૈયાર હતી પંરતુ આશરતે વેપારી-ટ્રાન્સપોર્ટ ધારકો સાથે સમાધાન ન થતા આજે હરાજી અટકી હતી. મહુવા યાર્ડે અત્યારે નવી જાહેરાત ન થાય ત્યા સુધી નવી આવકો બંધ કરવાની જાહેરાત કરી છે.
નાશીકમાં ડુંગળીનાં ભાવ સરેરાશ સ્ટેબલ રહ્યા હતાં. જો વરસાદ આવશે તો ડુંગળીનાં પાકને અસર થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 08/01/2024, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 290 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 71થી રૂ. 366 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 30થી રૂ. 366 સુધીના બોલાયા હતા.
વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 266 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 95થી રૂ. 316 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 340 સુધીના બોલાયા હતા.
મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 400 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 140થી રૂ. 400 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 500 સુધીના બોલાયા હતા. વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 500 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (09/01/2024 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 08/01/2024, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 225થી રૂ. 405 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 201થી રૂ. 281 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 09/01/2024 Onion Apmc Rate):
તા. 08/01/2024, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 130 | 290 |
ગોંડલ | 71 | 381 |
જેતપુર | 30 | 366 |
વિસાવદર | 120 | 266 |
ધોરાજી | 95 | 316 |
અમરેલી | 120 | 340 |
મોરબી | 200 | 400 |
અમદાવાદ | 140 | 400 |
દાહોદ | 300 | 500 |
વડોદરા | 100 | 500 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 09/01/2024 Onion Apmc Rate):
તા. 08/01/2024, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 225 | 405 |
ગોંડલ | 201 | 281 |
1 thought on “ડુંગળીના ભાવમાં થયો મોટો ઘટાડો; જાણો આજના (09/01/2024) ડુંગળીના બજાર ભાવ – Today 09/01/2024 Onion Apmc Rate”