આજે ફરી પ્રિ મોન્સુન એક્ટીવિટીમાં વધારો થશે, આજે ગુજરાતના આ જિલ્લામાં થશે વરસાદ…

WhatsApp Group Join Now

Pre-Monsoon Activity: આજે ફરી પ્રિ મોન્સુનના વરસાદમાં વધારો થાય તેવી શક્યતા છે. છેલ્લા બે દિવસથી પ્રિ મોન્સુન વરસાદમાં થોડો ઘટાડો થયા બાદ હવે ફરી વાતાવરણ સુધરે તેવી શક્યતા છે. આજથી 14-06-2024 થી 18-06-2024 સુધી વરસાદના વિસ્તારો અને પ્રમાણમાં વધારો થશે.

આજે ફરી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર લાગુ મધ્ય સૌરાષ્ટ્ર અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. ખાસ કરીને અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદની શક્યતા રહેશે. એ સિવાય લાગુ સુરેન્દ્રનગર અને લાગુ રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ શક્યતા રહેશે.

તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ શક્યતા છે. ખાસ કરીને સાંજ પછી અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. આજે અમદાવાદ, આણંદ અને આજુબાજુના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે.

Pre-Monsoon Activity: હવામાન ખાતાએ આપેલી આગાહી પ્રમાણે આજે 14 તારીખના રોજ દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટા છવાયા વિસ્તારો પર હળવા વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 તારીખના રોજ છોટાઉદેપુર, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

16 તારીખના રોજ નવસારી, દમણ, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સાપુતારા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા અદભૂત વાતાવરણ સર્જાયુ છે.

આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારના ડુંગર પર ધોધમાર વરસાદ થયો છે. આ સાથે ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂર ફળી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ્પ થયો છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment