અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીમાં આડા ગાંડાનો ફેર

WhatsApp Group Join Now

Ambalal Patel and Meteorological Department Forecast: ગુજરાતમાં એન્ટ્રી કર્યા પછી ચોમાસું મંદ પડી ગયું છે જોકે હવે ખેડૂતોને મોટી રાહતના સમચાર મળી રહ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 4 દિવસમાં ચોમાસું ફરી સક્રિય થઈ જશે.

17 તારીખથી 22 તારીખ દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે. જો કે હાલ તો થંડર સ્ટોમ એક્ટિવિટીની કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.

રાજ્યમાં ચોમાસું (Monsoon) નબળું પડ્યું છે. જેમાં નવસારીમાં આગમન બાદ ચોમાસાની ગતિ ધીમી પડી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ (Rain)ની આગાહી છે.

Ambalal Patel and Meteorological Department Forecast: ચોમાસું સક્રિય થતા આગામી દિવસોમાં ભારે આંચકાનો પવન ફુકાવવાની શક્યતા રહેશે. 17 થી 22 જૂન સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને 22થી 25 જુન ચોમાસું જામશે. 22 જુન સુધી આંધી વંટોળ રહેશે.

તો બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે, આજે 14 તારીખના રોજ દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટા છવાયા વિસ્તારો પર હળવા વરસાદની શક્યતા છે.

તેમજ આવતી કાલે છોટાઉદેપુર, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

16 જૂનના રોજ નવસારી, દમણ, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

17 જૂને વલસાડ, ગીર સોમનાથ, દમણમાં વરસાદ (Rain)ની સંભાવના છે. તેમજ વલસાડ, ગીર સોમનાથ, દમણમાં 18મી જૂને વરસાદ (Rain)ની સંભાવના છે.

આગામી 7 દિવસની આગાહી:

દક્ષિણ ગુજરાત: છૂટાછવાયા ભારે વરસાદ (Rain), સામાન્ય રીતે મધ્યમ વરસાદ (Rain).
સૌરાષ્ટ્ર: છૂટાછવાયા મધ્યમ વરસાદ (Rain), સામાન્ય રીતે હળવો વરસાદ (Rain).
ઉત્તર ગુજરાત અને કચ્છ: મુખ્યત્વે સૂકું હવામાન, કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ (Rain) થઈ શકે છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment