બંગાળની ખાડીમાં લો પ્રેશર બની ગયું છે. હવે છુટા છવાયા વિસ્તારમાં હળવા ઝાપટાનું પ્રમાણ વધતું જશે. આવતી કાલે એટલે કે 14 તારીખે રાત્રે કે 15 તારીખથી લો પ્રેશરની સીધી અસર શરૂ થઈ જશે અને સારો વરસાદ ચાલુ થઈ જશે. દિવસો જતા ઉતરોતર વરસાદના વિસ્તાર વધતા જશે.
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે પરંતુ આગામી દિવસોમાં નવી સિસ્ટમના કારણે સારો વરસાદ થઈ શકે છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાત રિજનના દક્ષિણ, પૂર્વ, મધ્ય સહિતના ભાગોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: નવા કપાસના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (તા. 13/09/2023 ના) કપાસના બજાર ભાવ
પાંચ દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતનો સમાવેશ થાય છે. આ ભાગોમાં છૂટોછવાયો હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે.
આગામી સમયમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાની સંભાવનાઓ જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હાલ રાજ્યમાં અતિભારે કે ભારે વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી. આ સાથે માછીમારો માટે પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. હવામાન વિભાગની વેબસાઈટ મુજબ 5 દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જેવા ભાગોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: સૂર્યનો ઓતરા નક્ષત્રમાં પ્રવેશ; ક્યું વાહન? કેટલો વરસાદ? ભારેથી અતિભારે વરસાદની આગાહી…
બંગાળની ખાડીમાં વઘુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં આ સિસ્ટમથી લો પ્રેશર બની જશે. લો પ્રેશર સર્જાશે એટલે સિસ્ટમ મજબૂત બનશે. જે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી પસાર થઈને ગુજરાત પર આવી શકે છે.
જો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. સાથે જ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સારો વરસાદ પડી શકે છે. જોકે, તેની વાસ્તવિક સ્થિતિનો તાગ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થાય ત્યારે જ મેળવી શકાય.
હવામાન વિભાગની આગાહી મુજબ 17 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી વરસાદ શરૂ થઈ જશે. તેની શરૂઆત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓથી થઈ શકે છે. વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ, મહિસાગર, પંચમહાલ, રાજપીપળા, છોટાઉદેપુર અને દાહોદ સહિતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને આગળ વધશે તો તેનાથી સૌરાષ્ટ્રના જિલ્લાઓ ભાવનગર, જામનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.
1 thought on “બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય; ગુજરાતમાં આ તારીખથી ફરી મેઘરાજા બોલાવશે ધબધબાટી, ભારેથી અતિભારે વરસાદની આગાહી”