સૂર્યનો ઓતરા નક્ષત્રમાં પ્રવેશ; ક્યું વાહન? કેટલો વરસાદ? ભારેથી અતિભારે વરસાદની આગાહી…

WhatsApp Group Join Now

છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે, જોકે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ અને ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજી આવનાર બે દિવસ સુધી વરસાદની શક્યતા યથાવત્ રહેશે.

જોકે આવતી કાલથી ગુજરાતમાં વરસાદનું નક્ષત્ર બદલવાનું છે. આવતી કાલથી રાજ્યમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે. મિત્રો વરસાદના હવે બે મુખ્ય નક્ષત્ર બાકી રહ્યા છે. તો સૂર્ય હવે પુરબા નક્ષત્ર છોડીને ઉત્તરા ફાલ્ગુની એટલે કે ઓતરા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના સમયગાળા દરમિયાન લગભગ ટૂંકી મુદતની મગફળી તેમજ કઠોળ વર્ગના પાકો પાકવાની અણી ઉપર હોય છે.

આ પણ વાંચો: નવા કપાસના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (તા. 12/09/2023 ના) કપાસના બજાર ભાવ

એટલે જો આ નક્ષત્રમાં વરસાદ મંડાય તો આ પાકોમાં મોટી નુકસાનીની ભીતી રહેતી હોય છે. એટલે જ આ ઓતરા નક્ષત્રની કહેવત લોક વાણીમાં વણાયેલી છે. “જો વરસે ઓતરા તો ધાન ન ખાય કુતરા.” એનો મતલબ એવો થાય કે. આ નક્ષત્રનો વરસાદ નુકસાની રૂપ સાબિત થતો હોય છે.

સૂર્યનો ઓતરા નક્ષત્રમાં પ્રવેશ 13મી સપ્ટેમ્બરે સવારે 3:27 મિનિટે થશે. આ નક્ષત્રનું વાહન હાથીનું છે. આ વર્ષે બધા નક્ષત્રો વરસતા આવ્યા હોવાથી આ નક્ષત્રમાં પણ વરસાદની સંભાવનાઓ ખૂબ જ રહેલી છે.

“જો વરસે ઓતરા તો કાઢી નાંખે છોતરા,
જો વરસે ઓતરા તો ધાન ન ખાય કૂતરા”

આ કહેવત તો અર્થ છે કે ઓતરા નક્ષત્ર સમયે બધા ખાદ્યપાકો પાકવાની અવસ્થામાં હોય છે અને જો ઓતરામાં વધુ વરસાદ પડે તો એ બધા પાકો સડી જાય જેને પછી કૂતરા પણ ખાઈ નહી. આ વર્ષે તો ગજબ સંયોગ થયો છે. ઓતરા નક્ષત્રમાં વાહન હાથી છે જેને સૂંઢ હોય છે અને આ નક્ષત્ર દરમિયાન ગણેશ ઉત્સવ પણ છે અને ગણપતિ બાપા એ પણ સૂંઢ ધારણ કરી છે. બંને ભેગા થઈને વરસાદ રૂપી પાણીની સારી સૂંઢ ફેરવશે.

આ પણ વાંચો: આજે નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (12/09/2023 ના) મગફળીના બજારભાવ

આ નક્ષત્રમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે.

તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે. આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now