ઓનલાઈન પેમેન્ટ એટલે કે UPI ફ્રી છે પરંતુ ATMમાંથી પૈસા ઉપાડવા માટે હવે તમારે પહેલા કરતા વધુ ચાર્જ ચૂકવવો પડશે. ઉપાડની મર્યાદા પછી કરવામાં આવેલા દરેક ટ્રાન્ઝેક્શન માટે બેંક તમારી પાસેથી પહેલા કરતા વધુ ચાર્જ લેશે. દેશભરની તમામ મોટી સરકારી અને ખાનગી બેંકોએ ATMમાંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. બેંકો હવે પૈસા ઉપાડવાના નામે 15થી 25 રૂપિયા સુધી વસૂલી રહી છે. આજે અહી તમને આ ચાર્જમાંથી કેવી રીતે છુટકારો મળે તે વિશે માહિતી આપવામા આવી છે.
જો તમે મેટ્રો શહેરોમાં કાર્ડનો ઉપયોગ કરો છો તો અહીં મફત વ્યવહારોની સંખ્યા 3 સુધી મર્યાદિત છે. મફત મર્યાદાથી વધુ ઉપયોગ માટે બેંક દરેક રોકડ ઉપાડ માટે 10 રૂપિયા ચાર્જ કરે છે. જો તમે અન્ય બેંકના ATM પર વ્યવહાર કરો છો તો SBI 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી લે છે. આ સિવાય ગ્રાહક પાસેથી GST પણ વસૂલવામાં આવે છે.
જો તમે અન્ય બેંકના એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરો છો, તો મેટ્રો શહેરોમાં 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો સિટીમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનનો નિયમ છે. છ મેટ્રો શહેરોમાં બેંકના એટીએમમાંથી પ્રથમ 3 ટ્રાન્ઝેક્શન બિલકુલ ફ્રી છે. આ છ શહેરો મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લોર અને હૈદરાબાદ છે. આમાં નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો બંનેનો સમાવેશ થાય છે.
નોન-મેટ્રો શહેરોમાં એટીએમમાંથી 5 વખત સુધી પૈસા ઉપાડી શકાશે. નિર્ધારિત મર્યાદા પછી મેટ્રો શહેરોમાં નાણાકીય વ્યવહારો માટે 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને 8.50 રૂપિયા બિન-નાણાકીય વ્યવહાર તરીકે ચૂકવવા પડતા હતા. જે હવે વધારીને 21 રૂપિયા કરવામાં આવી છે. એટીએમ મશીનની સ્થાપના અને જાળવણી સાથે સંકળાયેલા ખર્ચને કારણે ટ્રાન્ઝેક્શન ફી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો તમે આ ચાર્જમાંથી ઝંઝટમાંથી બહાર આવવા માંગતા હો, તો તમે ICICI બેંક વેલ્થ એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો કારણ કે આ ખાતામાં તમારે ડેબિટ કાર્ડની વાર્ષિક ફી ચૂકવવાની રહેશે નહીં અને જો તમે ICICI બેંકના ATMમાંથી પૈસા ઉપાડશો તો તમારી પાસેથી એક રૂપિયો પણ ચાર્જ લેવામાં આવશે નહીં. જો કે, જો તમે અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડો છો, તો તમારે આ ફી ચૂકવવી પડશે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.