આજે ડુંગળીના ભાવમાં ઘટાડો: આજનો ઉંચો ભાવ રૂ. 500, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. નવી ડુંગળીની આવકો ગોંડલ અને રાજકોટમાં વધી રહી હોવાથી સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીની બજારમાં બહુ મોટી મંદી દેખાતી નથી, પંરતુ જો નાશીકની બજારો વધુ નીચી આવી તો લોકલ બજારમાં પણ ઘટાડો આવે તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.  ડુંગળીએ રૂ. 400નું મથાળું તોડ્યું હોવાથી ભાવ વધુ ઘટે તેવી સંભાવનાં નકારી શકાય તેમ નથી.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/12/2022 ને શુક્રવારના રોજ  રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 9000 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 120થી 401 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 22101 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 60થી 500 સુધીના બોલાયા હતાં.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 27200 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 71થી 401 સુધીના બોલાયા હતાં. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 330 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 30થી 381 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/12/2022 ને શુક્રવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 3831 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 100થી 470 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/12/2022 ને શુક્રવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 500 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 470 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 02/12/2022 શુક્રવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 120 401
મહુવા 60 500
ભાવનગર 80 356
ગોંડલ 71 401
જેતપુર 30 381
વિસાવદર 62 146
અમરેલી 100 230
મોરબી 100 400
અમદાવાદ 100 400
દાહોદ 200 300

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 02/12/2022 શુક્રવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 100 470

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment