નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1862, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં ઓછી વેચવાલી વચ્ચે ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી. સીંગતેલ લુઝનાં ભાવ સ્ટેબલ છે અને સામે સારી ક્વલિટીની મગફળી ઓછી આવે છે, જેને પગલે બજારો વધ્યા છે. રાજકોટમાં મગફળીનાં ભાવમાં રૂ. 15થી 20નો સુધાર જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ખાદ્યતેલ અને સીંગદાણાની બજાર ઉપર જ મગફળીનાં ભાવનો આધાર રહેલો છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હવે સોમવારથી મગફળીની આવકો કેવી થાય છે તેનાં ઉપર સૌની નજર છે. આવકો વધે તો પણ બહુ વધારો થાય તેવું લાગતું નથી. બીજી તરફ આ વર્ષે નાફેડ પાસે મગફળી પડી નથી અને પાક ઓછો છે, પરિણામે લાંબા ગાળે સ્ટોકિસ્ટોનાં માલ ઉપર જ બજારો ચાલશે, પરિણામે અત્યારે મગફળીમાં કોઈ નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/12/2022 ને શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 14637 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 820થી 1311 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 4759 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1411 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/12/2022 ને શુક્રવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 4444 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1151થી 1330 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 4813 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1730 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/12/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1411 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ તળાજા માર્કેટ યાર્ડમાં રૂ. 1862 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 02/12/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1100 1340
અમરેલી 1000 1275
કોડીનાર 1070 1230
સાવરકુંડલા 1095 1325
જેતપુર 790 1316
પોરબંદર 1025 1215
વિસાવદર 813 1341
મહુવા 1250 1363
ગોંડલ 820 1311
કાલાવડ 1050 1365
જુનાગઢ 910 1301
જામજોધપુર 1000 1240
ભાવનગર 1151 1270
માણાવદર 1305 1210
તળાજા 950 1292
હળવદ 1050 1411
જામનગર 900 1200
ખેડબ્રહ્મા 1100 1100
સલાલ 1200 1400
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 02/12/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1240
અમરેલી 1161 1218
કોડીનાર 1090 1331
સાવરકુંડલા 1030 1231
જસદણ 1050 1301
મહુવા 1000 1316
ગોંડલ 915 1308
કાલાવડ 1100 1300
જુનાગઢ 900 1695
જામજોધપુર 1000 1220
ઉપલેટા 1080 1245
ધોરાજી 836 1226
વાંકાનેર 900 1400
જેતપુર 801 1280
તળાજા 1250 1862
ભાવનગર 1120 1860
રાજુલા 1100 1235
મોરબી 1001 1391
જામનગર 1000 1700
બાબરા 1159 1235
બોટાદ 1080 1175
ધારી 1225 1245
ખંભાળિયા 900 1260
પાલીતાણા 1095 1185
લાલપુર 1000 1516
ધ્રોલ 980 1226
હિંમતનગર 1100 1730
પાલનપુર 1111 1531
તલોદ 1010 1680
મોડાસા 1000 1687
ડિસા 1151 1330
ટિંટોઇ 1020 1350
ઇડર 1245 1726
ધનસૂરા 1000 1200
ધાનેરા 1150 1323
ભીલડી 1100 1315
થરા 1150 1296
દીયોદર 1100 1300
માણસા 1100 1351
વડગામ 1230 1270
કપડવંજ 900 1200
શિહોરી 1095 1210
ઇકબાલગઢ 1123 1160

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment