ડુંગળીના ભાવમાં ઘટાડો યથાવત: આજનો ઉંચો ભાવ રૂ. 400, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

ડુંગળીની બજારમાં ભાવમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. નવી ડુંગળીની આવકો ગોંડલ અને રાજકોટમાં વધી રહી હોવાથી સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીની બજારમાં બહુ મોટી મંદી દેખાતી નથી, પંરતુ જો નાશીકની બજારો વધુ નીચી આવી તો લોકલ બજારમાં પણ ઘટાડો આવે તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.  ડુંગળીએ રૂ. 400નું મથાળું તોડ્યું હોવાથી ભાવ વધુ ઘટે તેવી સંભાવનાં નકારી શકાય તેમ નથી.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 07/12/2022 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 10200 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 80થી 275 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 37537 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 70થી 358 સુધીના બોલાયા હતાં.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 36060 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 71થી 331 સુધીના બોલાયા હતાં. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 412 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 111થી 291 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે 07/12/2022 ને બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 5421 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 110થી 380 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 07/12/2022 ને બુધવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મોરબી માર્કેટ યાર્ડમાં રૂ. 400 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 380 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 07/12/2022 બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 80 275
મહુવા 70 358
ભાવનગર 71 331
ગોંડલ 71 331
જેતપુર 111 291
વિસાવદર 63 145
ધોરાજી 70 250
અમરેલી 100 300
મોરબી 100 400
અમદાવાદ 100 360
દાહોદ 200 300
વડોદરા 100 360

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 07/12/2022 બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 110 380

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *