નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1761, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. સરેરાશ મગફળીની બજારમાં વર્તમાન સંજોગોમાં વેચવાલી એકદમ ઓછી છે અને ખાસ કરીને સારી ક્વોલિટીની મગફળીની આવકો ઓછી હોવાથી બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

મગફળીનાં વેપારીઓ કહે છેકે તમામ સેન્ટરમાં આવકો ઓછી છે. લગ્નગાળાની સિઝન 12મી ડિસેમ્બરે પૂરી થયા બાદ મગફળીની આવકોમાં જો અત્યારની તુલનાએ વધારો ન થાય તો સમજવું કે મગફળીનો પાક બહુ ઓછો છે. ઉત્તર ગુજરાતમાં તો સિઝન હવે પૂરી થવા જ આવી છે અને કોઈ સેન્ટરમાં હવે આવકો વધે તેવા ચાન્સ નથી. ડીસામાં મોટા ભાગનો માલ બજારમાં આવી ગયો છે. આગામી દિવસોમાં મગફળીની બજારનો આધાર તેલ ઉપર પણ રહેલો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 07/12/2022 ને બુધવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 20329 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1306 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 10000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1260 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 07/12/2022 ને બુધવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 4317 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ.  900થી 1322 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 21410 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1698 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 07/12/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1430 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1761 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 07/12/2022 બુધવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1080 1325
અમરેલી 905 1302
કોડીનાર 1096 1223
સાવરકુંડલા 1115 1301
જેતપુર 990 1311
પોરબંદર 1090 1210
વિસાવદર 885 1271
જસદણ 100 1301
મહુવા 1168 1362
ગોંડલ 825 1306
કાલાવડ 1050 1331
જુનાગઢ 1000 1260
જામજોધપુર 800 1260
ભાવનગર 1189 1285
માણાવદર 1305 1306
તળાજા 990 1308
હળવદ 1160 1398
જામનગર 900 1220
ભેસાણ 800 1270
ખેડબ્રહ્મા 1101 1101
સલાલ 1200 1430
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 07/12/2022 બુધવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1235
અમરેલી 1000 1226
કોડીનાર 1126 1324
સાવરકુંડલા 1200 1320
મહુવા 1000 1319
ગોંડલ 920 13221
કાલાવડ 1150 1250
જુનાગઢ 950 1270
જામજોધપુર 900 1180
ઉપલેટા 1030 1241
ધોરાજી 826 1266
વાંકાનેર 860 1439
જેતપુર 921 1246
તળાજા 1250 1745
ભાવનગર 1100 1761
રાજુલા 1080 1211
મોરબી 1000 1418
જામનગર 1000 1620
બોટાદ 1000 1200
ધારી 1045 1238
ખંભાળિયા 970 1278
પાલીતાણા 1111 1180
લાલપુર 1071 1082
ધ્રોલ 990 1236
હિંમતનગર 1100 1698
પાલનપુર 1111 1370
તલોદ 1000 1670
મોડાસા 1000 1675
ડિસા 1111 1300
ટિંટોઇ 1001 1380
ઇડર 1240 1680
ધનસૂરા 1000 1200
ધાનેરા 1150 1323
ભીલડી 1150 1256
થરા 1150 1295
દીયોદર 1100 1280
વીસનગર 1100 1218
માણસા 1240 1250
વડગામ 1180 1295
કપડવંજ 900 1200
શિહોરી 1115 1196
ઈકબાલગઢ 1150 1413

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment