ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ: આજનો ઉંચો ભાવ રૂ. 400, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવ સરેરાશ નીચી સપાટી પર અથડાય રહ્યા છે. વર્તમાન સંજોગોમાં આવકો વધવી જોઈએ, પંરતુ બજારો નીચા હોવાથી આવકો વધતી નથી. ખરીફ અને લેઈટ ખરીફ ડુંગળીની સરકારે કુલ 25 હજાર ટનની ખરીદી કરવાની જાહેરાત કરી છે, પંરતુ ગુજરાતમાંથી ખાસ ખરીદી થાય તેવા સંજોગો દેખાતા નથી. સરકાર ગુજરાતમાંથી સક્રીય રીતે ખરીદી કરે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/12/2022 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 8000 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 150થી 335 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 34966 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 80થી 353 સુધીના બોલાયા હતાં.

ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 13557 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 100થી 345 સુધીના બોલાયા હતાં. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 426 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 101થી 316 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/12/2022 ને બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 6540 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 162થી 360 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/12/2022 ને બુધવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ વડોદરા માર્કેટ યાર્ડમાં રૂ. 400 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 360 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 21/12/2022 બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 150 335
મહુવા 80 353
ભાવનગર 100 345
જેતપુર 101 316
ધોરાજી 50 341
અમરેલી 60 130
મોરબી 100 300
અમદાવાદ 140 360
દાહોદ 160 240
વડોદરા 120 400

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 21/12/2022 બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 162 360
ભાવનગર 232 233

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment