નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1710, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલ વધી રહ્યું છે અને સીંગદાણાનાં ભાવ ઘટી રહ્યાં હોવાથી બજારમાં મજબૂતાઈ હતી. જોકે મગફળીની વેચવાલી પણ સતત ઘટી રહી હોવાથી તેની અસર પણ બજાર ઉપર જોવા મળી રહી છે. મગફળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

મગફળીનાં બ્રોકરો કહે છે કે, વર્તમાન સંજોગોમાં વેચવાલી ઘટી રહી છે. તમામ સેન્ટરોમાં આવકો ઘટવા લાગી છે, જેને કારણે બજારનો ટોન હાલ પૂરતો મજબૂત છે. આગળ ઉપર જો સીંગતેલનાં ભાવ પણ સીંગદાણાની જેમ ઘટશે તો બજારમાં ઘટાડો આવી શકે છે. મગફળીનો પાક 22થી 24 લાખ ટન વચ્ચે આવે તેવી ધારણાં છે અને આવકો હવે વધે તેવા કોઈ સંજોગો નથી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/12/2022 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 17143 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1380 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 3000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1200 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/12/2022 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 21429 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1120થી 1255 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 12520 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1710 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/12/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1500 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1710 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 21/12/2022 બુધવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1100 1380
અમરેલી 900 1322
કોડીનાર 1125 1252
સાવરકુંડલા 1205 1361
જેતપુર 961 1401
પોરબંદર 1050 1300
વિસાવદર 905 1331
મહુવા 1271 1453
કાલાવડ 1050 1380
જુનાગઢ 1000 1380
જામજોધપુર 900 1200
ભાવનગર 1259 1342
માણાવદર 1310 1320
તળાજા 1180 1381
હળવદ 1090 1362
જામનગર 900 1320
ભેસાણ 800 1281
ખેડબ્રહ્મા 1125 1125
સલાલ 1200 1500
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 21/12/2022 બુધવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1255
અમરેલી 940 1352
કોડીનાર 1155 1394
સાવરકુંડલા 1101 1256
જસદણ 1100 1335
મહુવા 901 1422
કાલાવડ 1150 1242
જુનાગઢ 1050 1272
જામજોધપુર 900 1330
ઉપલેટા 1155 1340
ધોરાજી 851 1251
વાંકાનેર 975 1500
જેતપુર 921 1286
તળાજા 1250 1475
ભાવનગર 1115 1580
રાજુલા 1186 1330
મોરબી 970 1466
જામનગર 1000 1390
બાબરા 1139 1271
બોટાદ 1000 1260
ધારી 1000 1316
ખંભાળિયા 900 1351
પાલીતાણા 1140 1215
લાલપુર 1150 1200
ધ્રોલ 980 1256
હિંમતનગર 1100 1710
પાલનપુર 1170 1368
તલોદ 1050 1630
મોડાસા 1000 1575
ડિસા 1211 1370
ઇડર 1240 1621
ધનસૂરા 1000 1200
ધાનેરા 1201 1380
ભીલડી 1200 1300
થરા 1255 1315
દીયોદર 1100 1320
માણસા 1200 1325
કપડવંજ 1150 1250
ઇકબાલગઢ 801 1385
સતલાસણા 1100 1362

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment