આજે ડુંગળીના ભાવમાં સુધારો: આજનો ઉંચો ભાવ રૂ. 600, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

ડુંગળીની બજારમાં ભાવમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. નવી ડુંગળીની આવકો ગોંડલ અને રાજકોટમાં વધી રહી હોવાથી સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીની બજારમાં બહુ મોટી મંદી દેખાતી નથી, પંરતુ જો નાશીકની બજારો વધુ નીચી આવી તો લોકલ બજારમાં પણ ઘટાડો આવે તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.  ડુંગળીએ રૂ. 400નું મથાળું તોડ્યું હોવાથી ભાવ વધુ ઘટે તેવી સંભાવનાં નકારી શકાય તેમ નથી.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 25/11/2022 ને શુક્રવારના રોજ  રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 4200 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 75થી 350 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 12924 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 60થી 433 સુધીના બોલાયા હતાં.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 20760 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 76થી 476 સુધીના બોલાયા હતાં. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 436 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 101થી 236 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 25/11/2022 ને શુક્રવારના રોજ  મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 3278 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 140થી 452 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 25/11/2022 ને શુક્રવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ વડોદરા માર્કેટ યાર્ડમાં રૂ. 600 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 452 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 25/11/2022 શુક્રવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 75 350
મહુવા 60 433
ભાવનગર 80 311
ગોંડલ 76 476
જેતપુર 101 236
વિસાવદર 81 211
અમરેલી 150 230
મોરબી 100 400
અમદાવાદ 100 400
દાહોદ 200 400
વડોદરા 180 600

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 25/11/2022 શુક્રવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 140 452

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *