નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 2050, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં નરમાઈનો માહોલ છે. રાજકોટમાં નવી મગફળીની આવકો શરૂ કરી હતી, પંરતુ ધારણાંથી ઓછી આવક થઈ હતી, પરંતુ બીજી તરફ પિલાણ મિલોની લેવાલી ઓછી હોવાથી ભાવમાં સરેરાશ મણે રૂ. 10નો ઘટાડો થયો હતો.

મગફળીનાં વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે અને આગમી દિવસોમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલમાં સીંગતેલ લુઝ પણ નરમ છે અને સીંગદાણામાં પણ ખાસ ઘરાકી નથી. જો આગળ ઉપર આ બંનેમાં ઘટાડો થશે તો મગફળીનાં ભાવ હજી વધુ દબાય તેવી ધારણાં છે. ચૂંટણીનો માહોલ હોવાથી હાલ સરેરાશ આવકો તમામ જણસીની ઓછી જ થાય છે જેનો ફાયદો પણ મગફળીને મળી રહ્યો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 25/11/2022 ને શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 23060 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 810થી 1316 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 3630 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1414 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 25/11/2022 ને શુક્રવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 10157 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1131થી 1338 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 11193 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1111થી 1473 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 25/11/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 2050 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 25/11/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1300
અમરેલી 900 1270
કોડીનાર 1050 1200
સાવરકુંડલા 1151 1301
જેતપુર 801 1296
પોરબંદર 1055 1190
વિસાવદર 910 1296
મહુવા 1100 1375
ગોંડલ 810 1316
કાલાવડ 1050 1265
જુનાગઢ 900 1300
જામજોધપુર 900 1250
ભાવનગર 1150 1231
માણાવદર 1300 1301
તળાજા 988 1250
હળવદ 1101 1414
જામનગર 1000 1180
ભેસાણ 900 1222
ધ્રોલ 1110 1220
સલાલ 1200 1450
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 25/11/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1040 1225
અમરેલી 1000 1243
કોડીનાર 1100 1330
સાવરકુંડલા 1200 1351
જસદણ 1025 1280
મહુવા 950 1255
ગોંડલ 900 1296
કાલાવડ 1100 1170
જુનાગઢ 900 1662
જામજોધપુર 1000 1280
ઉપલેટા 1010 1254
ધોરાજી 861 1251
વાંકાનેર 900 1421
જેતપુર 946 1491
તળાજા 1250 1505
ભાવનગર 1155 1886
રાજુલા 1091 1237
મોરબી 950 1422
જામનગર 1100 2050
બાબરા 1129 1261
બોટાદ 970 1185
ભચાઉ 1300 1341
ધારી 870 1225
ખંભાળિયા 925 1231
પાલીતાણા 1080 1181
લાલપુર 1090 1118
ધ્રોલ 1040 1268
હિંમતનગર 1100 1701
પાલનપુર 1111 1473
તલોદ 1050 1610
મોડાસા 1000 1537
ડિસા 1131 1338
ટિંટોઇ 1020 1450
ઇડર 1240 1710
ધનસૂરા 1000 1200
ધાનેરા 1150 1342
ભીલડી 1050 1300
થરા 1160 1297
દીયોદર 1100 1321
માણસા 1000 1262
વડગામ 1125 1312
કપડવંજ 950 1325
શિહોરી 1090 1225
ઇકબાલગઢ 1150 1386
સતલાસણા 1120 1400
લાખાણી 1100 1295

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment