નમસ્કાર મિત્રો, રાજ્યમાં અત્યાર સુધી 68% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 99.89% વરસાદ પડી ગયો છે. ગઈ કાલે અમદાવાદ, અમરેલી, જામનગર અને રાજકોમાં ભારે વરસાદ પડ્યો હતો.
હજુ આવતા બે દિવસ 25 અને 26 જુલાઈ દરમિયાન છૂટાછવાયા વિસ્તારમાં હળવો મઘ્યમ વરસાદ અને એકલ દોકલ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો 27 અને 28 જુલાઈ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં વરાપ જેવો માહોલ રહે તેવી શકયતાઓ છે.
આ સિવાય 29 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન એકલ દોકલ વિસ્તારમાં ઝાપટાંથી હળવો વરસાદ જોવા મળી શકે છે. તેમજ 2 ઓગસ્ટ બાદ ફરી વરસાદી વાતાવરણ થઈ શકે છે હાલ તેની શક્યતા 50 ટકા ગણીને ચાલવું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્રના બે જિલ્લા અને ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદમાં કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે જુનાગઢ અને ગીર સોમનાથમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર ગુજરાતમાં ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણાનો સમાવેશ થાય છે જેમા ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વેરાવળ, જૂનાગઢ, માણાવદર, પોરબંદર, દ્વારકા, ઓખા, માંડવી, કચ્છમાં ભારે વરસાદ થશે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનુ જોર ઘટશે.
પરેશ ગૌસ્વામીએ વધુમાં આગાહી કરતા જણાવ્યું કે, અમરેલી, જૂનાગઢ અને મોરબીમાં મધ્યમ વરસાદ રહેશે. તો સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.