બારે મેઘ ખાંગા / આજે આ જિલ્લામાં ભારે મેઘતાંડવ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો, આ રાઉન્ડ લાંબો ચાલશે એવું આપણે પહેલીથી જ કીધું છે. એ પ્રમાણે રાઉન્ડની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં રીતસરનાં ભુક્કા બોલાવી દીધા છે.

સૌરાષ્ટ્રમાં આજે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર તેમજ રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં મધ્યમથી એક સારો વરસાદ જોવા મળી શકે.

કચ્છમાં માંડવી, મુન્દ્રા સહિતના વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતા ગણી શકાય. મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા અને ખંભાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણવી. જ્યારે ઉત્તર ગુજરાતમાં પાલનપુર, હિંમતનગર અને પાટણમાં પણ આજે વરસાદી માહોલ જમાવટ કરશે.

પૂર્વ ગુજરાતમાં પણ આજે વરસાદની સારી શક્યતા જોવા મળી રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને વાપીમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણવી.

આજ રાત સુધીમાં ફરી દક્ષિણ પૂર્વ ગુજરાત, લાગુ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થઈ જશે અને પછી ધીમે ધીમે આગળ વધીને 23/24 સુધી માં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સારી શકયતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27, 28 અને 29 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હિન્દ મહાસાગરના હવામાન સાનુકૂળ હોવાથી સારો વરસાદ રહેશે.

2થી 4 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. 8થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે.

આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 30 જુલાઈ આસપાસ પણ એક સિસ્ટમ આવશે. જેના કારણે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment