નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં સતત એક મહિનાથી વરસાદ પડી રહ્યો છે અને સરખી વરાપ નીકળી નથી ત્યાં ફરી લાંબો રાઉન્ડ આવીને ઉભો રહેતા એવા વિસ્તારોમાં વધુ વરસાદના લીધે ચિંતા જનક સ્થિતી ઊભી થઈ છે.
ગઈ કાલથી આજ સવાર સુધીમાં સુત્રાપાડામાં 22 ઈંચ, વેરાવળમાં 19 ઈંચ, તાલાળામાં 12 ઇંચ અને કોડીનારમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથમાં ભુક્કા બોલાવી દીધા અને હજૂ પણ અતિભારે વરસાદ આવશે એટલે તૈયારી રાખવી.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી; આજથી 20 જુલાઈ આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ભાવનગર તથા વલસાડનો સમાવેશ થાય છે. આ સિવાય નવસારી, જુનાગઢ અને ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
વરસાદનો લાંબો રાઉન્ડ ગઈ કાલથી ચાલુ થઈ ગયો છે તે મુખ્યત્વે બંગાળની ખાડીને આભારી છે ત્યાંથી જે સિસ્ટમ નીકળી હતી તે લો પ્રેશર સ્વરૂપે આગળ વધી ગઈ કાલે મધ્યપ્રદેશ પર આવી સાયકલોનીક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગઈ છે. તથા તેને આનુસંગિક અન્ય પરિબળો અનુકૂળ બનતા ગુજરાતમાં વરસાદની એક્ટિવિટીમાં વધારો થયો છે.
આવતા 36 કલાકમાં રાજ્યમાં બધી બાજુ વરસાદની સારી શકયતા રહેશે. જ્યાં શરૂઆત નથી થઈ ત્યાં પણ આવતા બે દિવસમાં સારી શકયતા છે. આજે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે અને અમુક વિસ્તારોમાં ભારે થી અતિભારે તો ક્યાંક ભુક્કા પણ બોલાવી શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વચ્ચેના દરિયામાં પણ અતિભારે વરસાદની શકયતા છે.
ફરી ત્રણ દિવસ બાદ વરસાદની એક્ટિવિટીમાં આંશિક ઘટાડો થશે ત્યાં બંગાળની ખાડીની નવી સિસ્ટમ ફરી આવશે અને ફરી વરસાદની ગતિવિધિ વધશે. જેને લીધે ચાલુ મહિનાના બાકી રહેતા બધા દિવસો દરમિયાન ઓછા વધુ વિસ્તારમાં થોડી ઘણી વરસાદની ગતિવિધિ સતત ચાલુ રહેશે. એટલે કે વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલશે.
એક ઝાટકે આખા ગુજરાતમાં બધે વરસાદ નહિ થાય પણ આગળ પાછળ બધાના વારા આવતા જશે એટલે વારો આવે ત્યાં સુધી રાહ જોવી પડી શકે પરંતુ આ રાઉન્ડ પૂરો થાય ત્યાં સુધીમાં બધે સંતોષકારક વરસાદ થઈ જાય તેવી પુરી શકયતા છે. અમુક વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ તો ક્યાંક ભુક્કા પણ કાઢશે.