અંબાલાલ પટેલની મોટી આગાહી; આજથી 20 જુલાઈ આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી - GKmarugujarat

અંબાલાલ પટેલની મોટી આગાહી; આજથી 20 જુલાઈ આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી

નમસ્કાર મિત્રો, રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ પુરો થયા બાદ ઘણા વિસ્તારોમાં અસહ્ય બફારો વ્યાપી રહ્યો છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે.

આ અઠવાડિયામાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી જુલાઈના અંત સુધીમાં ગુજરાત સહિત દેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

વરસાદી સિસ્ટમના કારણે 18, 19 અને 20 તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ છે. નોંધનીય છે કે ચોમાસાના બીજા રાઉન્ડ દરમિયાન લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહ્યો હતો.

આવતી કાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે 19 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન હળવા અને સામાન્ય વરસાદની સાથે ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે.

ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર બંગાળની ખાડી સુધી એક ટ્રફ રચાશે. જેના કારણે દેશના મધ્ય ભાગમાં પણ ભારે વરસાદ થશે. 17થી 20 જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, નડીયાદ અને વડોદરામાં ભારે વરસાદની શક્યતા રહેશે.

ગુજરાતમાં 17થી 20 જૂલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આજથી 19 જૂલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.

આ સાથે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, ત્યાર પછી 20 જુલાઈના બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રેશનનું લેન્ડફોલ ઓડિસાના ભાગોમાં થશે. છત્તીસગઢના ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ કરશે. 30 જુલાઈ આસપાસ પણ એક સિસ્ટમ આવશે. જેના કારણે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે.

રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ થતા રાજ્યના કુલ 207 પૈકી 75 જળાશયો હાઈએલર્ટ પર આવી ગયા છે. ગુજરાતમાં સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રના 21 અને કચ્છના 8 જળાશયો ઓવર ફ્લો થયા છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક એક જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. હાલમાં રાજ્યના 15 જળાશયો એલર્ટ પર છે. તો 19 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યના 207 જળાશયોમાં કુલ 50.37 ટકા જળસંગ્રહ છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment