અરબી સમુદ્રના ભેજના કારણે અંબાબાલ પટેલની આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Ambabal Patel’s prediction: ગાંધીનગરનાં જાણીતા જ્યોતિષ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જૂન માસમાં પહેલી જૂને સામાન્ય રીતે કેરળ કાંઠે ચોમાસું આવતું હોય છે, આ વખતે સમયથી પહેલા ચોમાસું આવી ગયું છે. ઘણી વખત સમયથી ઘણું જ વહેલું આવે તો તેની ચોમાસા ઉપર અસર થતી હોય છે. ઘણો મોડો આવે તો પણ ચોમાસા ઉપર અસર નોધાય છે. કેરળ પાસે ચોમાસાની ગતિવિધિ છે.

આગામી દિવસોમાં તામિલનાડુ, આંદ્ર, ઓરિસ્સાનાં ભાગ અને કર્ણાટક ભાગ સુધી ચોમાસું આવી જવાની શક્યતા રહે. 6 જૂનમાં રોહીણીનો નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં અરબી સમુદ્રના ભેજને કારણે તા. 1 જૂનથી વાદળો આવી જાય અને આ વખતે આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે.

Ambabal Patel’s prediction: કચ્છનાં ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રનાં ભાગો, સુરેન્દ્રનગરનાં ભાગો, હળવદનાં ભાગોમાં અને પાટણનાં ભાગોમાં ઉત્તર ગુજરાતનાં ભાગો, સમી હારીજનાં ભાગ, બનાસકાંઠાનાં વાવનાં ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહી શકે છે.

પાછોતરા આંબાનાં પાકમાં આંચકાનાં પવનની અસર થઈ શકે છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીની સાથે-સાથે ચોમાસું તા. 7થી 10 જૂનમાં વલસાડનાં ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતનાં ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે આવવાની શક્યતા રહેશે.

15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતનાં ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગોમાં ચોમાસાની ગતિવિધિ થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં ચોમાસાની ગતિવિધિ થઈ શકે છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

તા. 18-19 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે. તા. 19થી 20, 21 જૂનમાં મુંબઈ અને મહારાષ્ટ્રનાં ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તા. 22થી 25 જૂનમાં આદ્રા નક્ષત્રનો વરસાદ ગુજરાતનાં કટેલાક ભાગમાં થઈ શકે છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment