Ambalal Patel Rain Forecast: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતના ખેડૂતોને હરખની લાગણી થાય એવી આગાહી કરી છે. જ્યાં એક તરફ રાજ્યમાં ખેડુતો વાવણી માટે સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ વરસાદ ન થવાના કારણે બફારો વધતા લોકો પરેશાન થય રહ્યા છે.
દક્ષિણ ગુજરાતના ભાગોમા ચોમાસું પહોચી ગયું છે, પરંતુ મંદ પડી ગયુ છે. જોકે હાલ થોડા દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદારા નગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા છે.
Ambalal Patel Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ચોમાસું હાલ મંદ પડી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચતા જ વરસાદનું વહન નબળું પડી ગયું છે. જેના કારણે સામાન્ય વરસાદ થયો છે.
જો કે હાલ તો થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ હવે ચોમાસું સક્રિય થતા આગામી દિવસોમાં ભારે આંચકાનો પવન ફુકાવવાની શક્યતા રહેશે.
17થી 19 જુનમાં પવનની ગતી ભારે રહેશે અને આ સમયગાળામાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, 17થી 22 સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને 22થી 25 જુનના ચોમાસું જામશે.
અંબાલાલે જણાવ્યું કે, 22 જુન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ રહેશે. અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવન ફુકાશે. પૂર્વ ભારત તરફ વરસાદની ગતી ધીમી રહેશે.
આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….
આમ, મંદ પડેલુ ચોમાસું 4 દિવસમાં સક્રિય થશે. 17 થી 22 જૂનમાં ફરી ચોમાસું સક્રિય થય જશે. 22 જુન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક અમુક વિસ્તારમાં વરસાદ થશે. રાજ્યમાં 30થી 45 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને 22થી 25 જૂનનના સારો વરસાદ થવાનું અનુમાન છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.