ગુજરાત વરસાદ એલર્ટ; આજે રાત્રે ગુજરાતના આ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ

WhatsApp Group Join Now

Gujarat Rain Alert: ગુજરાતમાં અત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, અમરેલી, રાજકોટ અને જામનગર જિલ્લામાં વરસાદી વાદળો જમાવટ કરી રહ્યા છે.

આજે પણ રાજ્યમાં પ્રિ મોન્સુન વરસાદ ચાલુ રહેશે. આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત લાગુ ઉત્તર ગુજરાતમાં પ્રિ મોન્સુન વરસાદ શક્યતા વધુ રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ રેડાં ઝાપટાં આવતા રહેશે. તો કચ્છમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની શક્યતા રહેશે.

Gujarat Rain Alert: આજે પણ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રિ મોન્સુન વરસાદની સંભાવનાઓ છે.

આ સિવાય સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને મોરબી જિલ્લામાં પણ પ્રિ મોન્સુન વરસાદની થોડી સંભાવનાઓ રહેલી છે. તેમજ જામનગર / મોરબી જિલ્લામાં પણ ક્યાંક ક્યાંક શક્યતા રહેલી છે.

મધ્ય પૂર્વ ગુજરાતમાં સાંજ પછી અમદાવાદ અને આણંદ જિલ્લામાં પ્રિ મોન્સુન વરસાદની સંભાવનાઓ છે. તો વડોદરા અને ખેડા જિલ્લામાંમાં પણ થોડી ઘણી શક્યતા ગણવી.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

ઉત્તર ગુજરાતમાં મોડી સાંજ કે રાત્રે ગાંધીનગર, મેહસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પ્રિ મોન્સુન વરસાદની સંભાવનાઓ છે. પૂર્વ બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ પ્રિ મોન્સુન વરસાદની થોડી થોડી શક્યતાઓ છે.

દક્ષિણ ગુજરાતમાં દરિયા કાંઠે છૂટા છવાયા વરસાદી રેડા ઝાપટા ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતમાં વધુ શક્યતા મોડી રાત્રે અને સવારે રહેશે. તો કચ્છમાં પણ વેહલી સવારે થોડી શકયતા દેખાઈ રહી છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં વરસાદ થઈ શકે છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment