ચોમાસું ફરી સક્રિય થશે! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી ફરી વરસાદ

WhatsApp Group Join Now

Ambalal Patel’s big prediction: ગાંધીનગરનાં અગ્રણી જ્યોતિષ અંબાલાલ પટેલે જણાવ્યુ હતું કે, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રનાં ઘણા ભાગોમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાનો હતો, આમ છત્તા ઘણા ભાગોમાં વરસાદ ઓછો થયો છે.

સારો વરસાદ નહીં થવાનું મુખ્ય કારણ મોનસુન ધરી ઉત્તર પૂર્વ તરફ છે. મોનસુન ધરી કરાચીથી મધ્ય પ્રદેશમાં થઈને અલ્હાબાદ, કોલકાતા વગેરે ભાગમાં થઈને બંગાળનાં ઉપસાગર સુધી હોય તો ગુજરાતમાં સારો વરસાદ લાવે. મોનસુન જેમ નજીક તેમ ગુજરાતમાં સારો વરસાદ થાય છે.

Ambalal Patel’s big prediction: મોનસુન ધરી સરકીને ઉત્તર ભારત તરફ જતી રહે તો વરસાદમાં બ્રેક કંડીશન લાગે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 8-9 જુલાઈ કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે.

બંગાળનાં ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેને કારણે ઓરિસ્સા થઈને ઉત્તર ભારત તરફ જત્તા આ સિસ્ટમ સરકીને મધ્ય પ્રદેશ સુધી આવતા ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. તા. 10-11 જુલાઈમાં અષાઢી ચોથ-પાંચમમાં વિજળી થવાની શક્યતા રહેશે.

તા. 17, 18 અને 19 જુલાઈનાં મહારાષ્ટ્ર-મુંબઈનાં ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ અરસામાં દક્ષિણ ગુજરાતનાં ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

Ambalal Patel’s big prediction: આ સિવાય આણંદ, વડોદરા, નસવાડી, સાપુતારા અને ભરૂચ વગેરેમાં કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહશે. મધ્ય ગુજરાતમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

આ ઉપરાંંત ઉત્તર ગુજરાતના પંચમહાલના ભાગ, સાબરકાંઠાના ભાગ, બનાસકાંઠાના ભાગ, મહેસાણા, વિસનગર, સિધ્ધપુરના ભાગો, સમી હારીજમાં વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ, સાણંદ, વિરમગામ, ધોળકા, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની શક્યતા રહેશે.

ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment